નર્મદા માંથી વારંવાર જપ્ત કરેલી ઓવરોડ ટ્રકોની ચોરી તંત્રને લપડાક સમાન છે.
અગાઉ પણ બેથી ત્રણ વખત આવીજ ઘટનાને અંજામ અપાયો હોવા છતાં વધુ એક પકડાયેલી રેતીની ટ્રક ઉઠાવી જતા તંત્રનેની નિષ્ક્રિયતા છતી થઈ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં એક બાદ એક રેતી માફિયાઓ ઓવરલોડ વાહન પકડાયા બાદ તેને તંત્રના કબજા માંથી ચોરી કરી બિન્દાસ ઉઠાવી જવાની ઘટના વધી રહી છે ત્યારે આવી ઘટનાઓ એ તંત્રના અધિકારીઓ માટે લપડાક સમાન છે છતાં વધુ એક આવી ઘટના લોકસભા ની ચૂંટણીના દિવસેજ બની જેમાં તિલકવાડા મામલતદાર કચેરીમાંથી વધુ એક પકડાયેલી ટ્રક ચોરી થયા બાબતે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ આપતા અનેક સવાલ ઉઠી રહ્યા છે .
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા મામલતદારએ હાઇવા ગાડી નં.GJ 5 AV 3891 ને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી નર્મદાએ બિન અધિક્રુત રીતે રેતી ભરી લઇ જતા તા ૨૦/૦૩/૧૯ ના રોજ જપ્ત કરેલ અને તે હાઇવા ગાડીને જૂની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ માંથી માનસિંગભાઇ નારસિંગભાઇ કટારા રહે કેશરપુરા જી,જાંબુઆ (અલીરાજપુર) (૨) હાઇવા ગાડીનો માલીક જેના નામ-ઠામની ખબર નથી આ લોકો એકબીજાની મદદગારી કરી મામલતદાર કચેરીમાં ગે.કા પ્રવેશ કરી હાઇવા ગાડી નં. GJ 5 AV 3891 કિં .રૂ.૧૪,૦૦૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ જતા તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે .તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ પીએસઆઇ એ એસ વસાવા કરી રહ્યા છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





