ખેતરમાંથી અઢી વર્ષના બાળકને દીપડો ઉઠાવી જતા અરેરાટી વ્યાપી

0
7

અમરેલી,તા.૪
અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામમાં બેથી અઢી વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયાની ઘટના બની છે. મંગળવારે વહેલી સવારે સીમમાં ઝાડીમાંથી આવેલા દીપડાએ માતાની પડખે સૂતેલા બાળકને ખેંચીને ઉઠાવી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે જ્યારે ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે પરપ્રાંતિય એક પરિવાર અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામની સીમમાં આવેલા ખેતરમાં રહેતો હતો. અને ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મંગળવારે વહેલી સવારે આ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આખો પરિવાર ખેતરમાં સૂતો હતો. માતાની બાજુમાં જ તેમનું બેથી અઢી વર્ષનું બાળક પણ સુતું હતું. ત્યારે ઝાડીમાંથી અચાનક દીપડો આવ્યો અને માતાની બાજુમાં સુતેલા આશરે અઢી વર્ષના બાળકને ખેંચીને ઝાડીમાં સંતાઇ ગયો હતો.
બાળકના રડવાના અવાજથી સુતેલો પરિવાર જાગી ગયો ત્યારે ખબર પડી કે પોતાના આશરે અઢી વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો છે. પોતાના બાળક સાથે બનેલી આ અઘટનાથી પરપ્રાંતિય પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો. સાથે સાથે આ અંગે ગમલોકોને પણ જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સુડાવડ ગામમાં પહોંચી ગઇ હતી. અને બાળક અને દીપડાની શોધખોળ કરવાનું શરૂ કરી દીધું હતું. આ લખાય છે ત્યાં સુધી બાળક અને દીપડાની ખો ભાળ મળી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY