નાંદોદના વાંદરીયા ગામની બાળકી સ્કૂલની પરીક્ષા આપવા જતા ગામનો જ યુવાન અપહરણ કરી લઈ ગયો 

0
15

વિધવા મહિલાની સગીર વયની દીકરી નજીકના જીયોરપાટી ગામની શાળામાં ધોરણ 8 ની પરીક્ષા આપવા જતા બળજબરીપૂર્વક અપહરણ કરી જતા ફરિયાદ 

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામની એક સગીર બાળકી નજીકના જીયોરપાટી ગામની સ્કૂલમાં ધોરણ 8 માં ભણતી હોય 20 એપ્રિલના રોજ સ્કૂલમાં પરીક્ષા આપવા તેની સાથે અભ્યાસ કરતી છોકરી સાથે પગપાળા સોઢાલિયાં ચાલતી જતી હોય સોઢલીયા બસ સ્ટેન્ડથી આગળ આવેલ કેનાલ પાસે વાહનની રાહ જોઈ ઉભેલી હતી તે દરમ્યાન સવારના સાતેક વાગે તેનાજ ગામનો રાજદીપ ખુશાલભાઈ તડવી બાઈક લઇ આવી સગીરાને બળજબરીથી તેની મોટર સાયકલ ઉપર બેસાડી વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતા આ બાબતે તેની માતા એ રાજપીપળા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY