બમરોલી-વડોદ રોડ પર સુરજ ઈન્ડસ્ટ્રીઝના યાર્ન અને ચિન્ધીના ગોડાઉનમાં આગ

0
26

મળસ્કે ચિન્ધીના ગોડાઉનની આગ યાર્નના ગોડાઉન સુધી ફેલાતા ભીષણ આગ કાબૂમાં લેવા ફાયર ફાયટરો ત્રણ કલાકની જહેમત
સુરત, તા.૨
આજે મળસ્કે સવા ત્રણ વાગ્યાના સુમારે બમરોલી વડોદ રોડ પર સુરજ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા ચિન્ધીના ગોડાઉનમાં લાગેલી આગથી બાજુમાં આવેલ યાર્નનું આખુ ગોડાઉન બળી ગયું હતું. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મળસ્કે સવા ત્રણ વાગ્યાના સુમારે બમરોલી-વડોદ રોડ પર આવેલી સુરજ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી. ખુલ્લા ગોડાઉનમાં વેસ્ટેજ ચિન્ધીની આગને હવા લાગતા વધુ ભડકી હતી. આગની તીવ્રતા વધતા બાજુમાં બાજુમાં આવેલ યાર્નના ગોડાઉન સુધી આગ પ્રસરી હતી.ફાયર ઓફિસર ગાયકડવાડના જણાવ્યા અનુસાર આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા ચાર સ્ટેશનથી ૧૦ થી ૧૨ ગાડીઓની મદદ લેવામાં આવી હતી. આગની જવાળાઓ ઉંચે સુધી ઉઠતા ગોડાઉનના પાછળના ભાગની દિવાલ તોડીને કુલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ચિન્ધીનું ગોડાઉન હરીલાલ બ્રીજલાલનું તેમજ યાર્નનું ગોડાઉન વિજય મિત્તલનું હોવાનું જાણવા મળ્યું છે. યાર્નનું ગોડાઉન સંપૂર્ણ બળી જતા મોટાપાયે નુકસાન થયું છે. કુલ કેટલુ નુકસાન થયું છે. તેની ગણતરી ચાલી રહી છે. ખુલ્લા પ્લોટમાં ચિન્ધીમાં ગોડાઉનમાં કોઈએ કચરો બાળતા તેના લીધે આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન છે. વેસ્ટેજ અને ચિન્ધીને આગ લાગતા તે રબર બની જતા આગ વધુ ફેલાઈ હતી. આગથી નુકસાન થયું છે, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY