બીપી,ચક્કર આવવા,બેભાન થયેલા,નસકોરી ફૂટવી,ઉલ્ટી થવી ,ડીહાઇડ્રેશન અને છાતીમાં દુખાવના 450 જેવા દર્દીઓને 108 દ્વારા દવાખાને પહોંચાડાયા
રાજપીપળા : નર્મદા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ને સેવા ખરેખર અંતરિયાળ ગામો સહીત અકસ્માત જેવા ગંભીર દર્દીઓ માટે ખુબજ સારી સાબિત થઈ છે ત્યારે એપ્રિલ માસ માં પડેલી ખતરનાક ગરમીમાં નર્મદા જિલ્લા માંથી 450 જેટલા બીમાર દર્દીઓની મદદે 108 ની ટિમ દોડી હતી .
નર્મદા જિલ્લામા 108 એમ્બ્યુલન્સ દ્વારા આકરી ગરમીમાં એપ્રિલના એકજ મહિનામાં બીપીની તકલીફના -13, પેટના દુખાવાના -202, છાતીમાં દુખાવાના -31,નાક માંથી લોહી નીકળવાના -03, ચક્કર આવવા -44, પડી જવાના -61,ડીહાઇડ્રેશન -22, બેભાનના -29, ઉલ્ટી થવી – 45 મળી કુલ 450 જેવા ગરમીની અસર થી બીમાર થયેલા કેશ મળતા 108 દ્વારા સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં ખસેડી સારવાર આપી હતી .આમ નર્મદા જિલ્લાની 108 ટીમે સારી અને ઝડપી સેવા આપી ઘણા લોકોની તાત્કાલિક મદદ કરી જિંદગી બચાવી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




