નર્મદા કેનાલને અડીને આવેલા ભુમલીયા ગામમાં પીવાના પાણી માટે વલખા 

0
30

પાણી પુરવઠા દ્વારા બનાવેલી પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન જયારે બીજી નાની ટાંકીઓ મૂકી પાણી આપી રહ્યા છે જે પૂરતું નથી 

રાજપીપળા : પીવાનું પાણી હાલ પડી રહેલી આકરી ગરમીમાં અત્યંત જરૂરી છે, સરકારની વિવિધ કલ્યાણકાી યોજનાઓમાં પીવાના પાણીની યોજના મોખરે રહી છે પરંતુ નર્મદા જીલ્લાના ભુમાલિયા જેવા અનેક ગામો આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે વળી ખાટલે મોટી ખોડ એ છે કે સમગ્ર ગુજરાત અને કચ્છ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પહોચાડતી નર્મદા યોજના આ ગામથી માત્ર એક કીલોમીટર દુર છે અને આ ગામ પાણીની ગંભીર તકલીફ છે.

નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલું વાગડિયા ભુમલિય ગામ આમતો એશિયાની સુધી સૌથી મોટી સિંચાઈ પરિયોજના ગણાતી નર્મદા બંધ થી માત્ર 5 કિલોમીટર દુર છે, પરંતુ સરકાર અહીના સ્થાનિકો માટે પીવાના પાણીની યોજના બનાવવાનું ભૂલી ગઈ હોય તેમ અહીના લોકો સૂર્યના પહેલા કિરણની સાથેજ પાણીની ચિંતા કરે છે કેમકે આ ગામમાં પીવાના પાણી માટે ટાંકી તો બની ગઈ છે પણ હજુ સુધી આ ગામમાં ટીપુંય પાણી પીવા માંટે આયું નથી 3000 લોકોની વસ્તી ધરાવતા આ ગામના ગ્રામજનો માટે પાણીનો મોટો પ્રશ્ન છે,

ભુમલિયા ગામમાં રહેતા ગામ લોકો એ પાણી વચ્ચે રહિને પણ પીવાના પાણી માટે ફફા મરવા પડે છે, ગામમાં ટાંકી આવી ગઈ છે પરંતુ 2015 માં બનેલ પાણી પુરવઠા દ્વારા 15લાખ ના ખર્ચે ટાંકી બનાવી દેવામાં આવી જોકે આજ દિન સુધી આ ગામમાં એક પણ ટીપું પાણી નથી, જે ટાંકી પાણી પુર્વઠા વિભાગે બનાવી પણ એ શોભાના ગાઠીયા સમાન બની જતા, લોકોની માંગને પગલે સરકારે કોઇ વ્યવસ્થા નથી કરી બસ એક નાની ટાંકી મુકી વેઠ ઉતારી છે પણ આજે ટાંકી બોર હોવા છતા પાણીની વધુ જરુરીયાતને પગલે જુની વાવનુ ગંદુ પાણી પિવુ પડે છે. એ પાણી કેટલુ આરોગ્યપ્રદ છે એ એ જોવા કરતા હાલ તરસ છીપાવવી જરૂરી છે.

ભુમલિયા ગામ નર્મદા યોજનાની નજીક આવેલું ગામ છે, સાથે નર્મદા મુખ્ય કેનાલને અડીને આવેલ ગામ છે છતાં આહિયા ૨૦૦૮ મા કેનાલો બનાવી પણ આજદિન સુધી પાણી આવ્યુ નથી જેથી સ્થાનિકો મા રોશ ફેલાઇ રહ્યો છે, કેનાલ માટે જમીનો ગુમાવી જેમા કેનાલની બગલમા આવેલ ગામ આજે વરસાદી પાણી પર નભે છે એટલે સરકાર ચોક્કસ સ્થનીકોને પાણી આપવા માટેની યોજના બનાવી નથી એવુ લાગી રહ્યુ છે. સાથે પાણીની માંગ કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY