50 માઇક્રોનથી ઓછી ગુણવતા વાળી પ્લાસ્ટીક થેલી વાપરનાર વેપારીઓ પાસે છેલ્લા ત્રણ દિવસમાં 9000/-રૂ.નો દંડ વસૂલી કુલ 300 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો
રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર આર એસ દેસાઈની સૂચના મુજબ પાલિકાની ટિમ બુધવાર ગુરુવાર અને શુક્રવાર આમ છેલ્લા ત્રણ દિવસથી સતત રાજપીપળા શહેરની પ્લાસ્ટિકની વસ્તુઓ વેચાણ કરતી તમામ દુકાનો ઉપર અચાનક ચેકીંગમાં નીકળી હતી જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો માંથી કેટલોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી વેપારી પાસે હજારોનો દંડ પણ વસુલ કરતા ફફડાટ ફેલાયો હતો.
નિયમ મુજબ 50 માઈક્રોન થી ઉપરના પ્લાસ્ટિકનું વેચાણ માન્ય હોય ત્યારે તેનાથી નીચેના પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરનારા કે વાપરનાર અમુક વેપારીઓને ત્યાં 50 માઇક્રોન થી ઓછી ગુણવત્તા વાળી પ્લાસ્ટિકની થેલીઓ સહિતની વસ્તુઓ ઝડપી કબ્જે કર્યું હતું જેમાં છેલ્લા ત્રણ દિવસમાં પાલિકાની ટીમે પ્લાસ્ટિક થેલીનો 300 કિલો જેવો જથ્થો જપ્ત કરી અંદાજે 9000/- રૂપિયાનો દંડ વસુલ કરતા નિયમનું ઉલ્લઘન કરતા વેપારીઓમાં પાલિકાના ચીફ ઓફિસર આર એસ દેસાઈ દ્વારા કરાયેલી આ કડક કાર્યવાહી થી ફફડાટ ફેલાયો હતો.ત્યારે એક અઠવાડિયા સુધી ચાલનારી આ ઝુમ્બેશ ના કારણે રાજપીપળા શહેરના વેપારીઓમાં ભારે ઉથલ પાથલ જોવા મળી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



