દેડિયાપાડાના માલ ગામે મંજુર થયેલા પ્રધાનમંત્રી આવાસ નહીં બનાવવા દેવા મારામારી

0
22

રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલ ગામે મંજુર થયેલા પ્રધાનમંત્રી આવાસ નહીં બનાવવા બાબતે કુટુંબીજનો વચ્ચે મારામારી થતા ફરિયાદ થવા પામી છે .

પ્રાપ્ત માહિતી અનુસાર માલ ગામમાં રહેતા ફુલસિંગ રામભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમનું પ્રધાનમંત્રી આવાસ મંજુર થયેલ હોય જેથી તેઓ તેમના પિતાની સહીયારી જમીનમાં ઘર બનાવતા હોય આ કામના આરોપી પૈકી(૧) દામાભાઇ નકટીયાભાઇ વસાવા (ર) રમેશભાઇ દામાભાઇ વસાવા (3) અમરસોગભાઇ નકટીયાભાઇ (૪)મહેશભાઇ અમરસીંગભાઇ તમામ રહ. કુભીયા ફળીયુ તા દેડીયાપાડાઓ તેમના કુટંબના હોય ઘર નહીં બનાવવા દેવાની અદાવતે ઝગડો કરી તથા સાહેદોને માર મારી ઇજા કરી પાછળથી પથ્થર મારતા સાહેદ રીનાબેનને કોણીના ભાગે વાગી સાધારણ ઇજા કરી જાન થી મારી નાખવાની ધમકી આપી એક્બીજાની મદદગારી કરી હોય દેડિયાપાડા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY