મંગળવારે સામાજિક વિજ્ઞાન ની પ્રથમ શત્ર ની પરીક્ષા માં ઓ એમ આર શીટ માં ઘણા પ્રશ્નો એડવાન્સ માં પુછાતા બાળકો મૂંજાયા

જોકે જે તે શાળા સંચાલકો ની નજર પડતા અમુક સુધારા કર્યા બાદ બાળકો ની મૂંઝવણ દૂર થઈ પરંતુ સમય જરૂર બગડ્યો
રાજપીપળા : હાલ ચાલી રહેલી પ્રથમ શત્ર ની પરીક્ષા માં નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા ખાતે આજે ધોરણ દસ ના સામાજિક વિજ્ઞાન ના પેપર માં પરીક્ષા સમિતિ ના છબરડા જોવા મળતા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો અટવાયા હતા જેમાં ઓ એમ આર શીટ માં પુછાયેલા પ્રશ્નો માં અમુક પ્રશ્નો કે જે હજુ સ્કૂો માં ચાલ્યા જ નથી અને આવતા મહિને ચલાવવાના હોય એ સવાલો પુછાતા બાળકો માથું ખંજવાળતા થયા બાદ શાળા સંચાલકો ને જાણ થતા શિક્ષકો એ માટે મદદ કર્યા બાદ બાળકો ની તકલીફ દૂર થઈ હતી જોકે આ બધી બાબતે મૂંઝવણ દૂર કરવામાં થોડો સમય જરૂર વેડફાયો હતો જેથી પરીક્ષા આપવા બેઠેલા બાળકો માં સમય મર્યાદાનું ટેન્શન જરૂર જોવા મળ્યું હતું
જાણવા મળ્યા મુજબ ભરૂચ નર્મદા પરીક્ષા સમિતિ દ્વારા આ તમામ પેપરો કાઢવામાં આવતા હોય છે ત્યારે જે કોર્ષ હજુ ચળ્યોજ નથી એના સવાલો કઈ રીતે પુછાયા અને આ પ્રશ્ર્નપત્ર કોને કાઢ્યું એ બાબત બાળકો અને શાળા ના સંચાલકો માં ચર્ચા માં રહી હતી.
અલગ અલગ શિક્ષકો પાસે થી તૈયાર થયેલા પેપરો માં ક્યારેક આવી ભૂલ થઈ શકે છે : પરીક્ષા સમિતિ પ્રમુખ
પરીક્ષા સમિતિ ના પ્રમુખ પરેશ દોશી એ આ માટે જણાવ્યું કે હું છેલ્લા પાંચ વર્ષ થી પરીક્ષા ની કામગીરી સાંભળું છું પરંતુ આવું ક્યારેય બન્યું નથી એક પરીક્ષા ના અલગ અલગ ધોરણ ના 46 પેપરો મારે જોવાના હોય છે અને જે તે વિષય ના શિક્ષકો આ પેપરો કાઢતા હોય ક્યારેક ચલાવવાના બાકી પ્રશ્નો પણ પેપર માં લખી દેતા હોવાથી આમ બને છે પરંતુ હવે હું ધ્યાન રાખી સૂચના આપીશ .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




