બિહાર લોકસભા ચૂંટણીમાં આરજેડી ૨૦,કોંગ્રેસ ૧૦ સીટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા

0
37

પટના,તા.૨
બિહારમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા સીટની વહેંચણી થવાનું લગભગ નક્કી થઈ ગયું છે. કુલ ૪૦ સીટમાંથી આરજેડી ૨૦ અને કોંગ્રેસ ૧૦ સીટ પર ચૂંટણી લડી શકે છે. બાકીની ૧૦ સીટ મહાગઠબંધનના અન્ય પક્ષને આપવામાં આવશે. આ વિશે ટૂંક સમયમાં જ ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસ ૩ ફેબ્રુઆરીએ પટનામાં એક રેલી કરશે જેમાં રાહુલ ગાંધી સાથે મહાગઠબંધનના દરેક પક્ષ હાજર રહેશે.
મહાગઠબંધનમાં કોંગ્રેસ, આરજેડી, આરએલએસપી, હમ, એલજેડી, વીઆઈપી અને ડાબેરીઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડાબેરીઓ અને હમને બે-બે સીટ આપવામાં આવી શકે છે. મહાગઠબંધનના નેતૃત્વ દ્વારા આરએલએસપીને ત્રણ અને એલજેડીની બે સીટ નક્કી કરવામાં આવી છે. તેમાં ઉપેન્દ્ર કુશવાહાને તેમના ત્રણ ઉમેદવાર અને શરદ યાદવને ૨ ઉમેદવાર નક્કી કરવાના છે. તેમાં ખાસ એ છે કે, બંને નેતા એક સાથે એક ઝંડો અને એક ચૂંટણી નિશાનનો ઉપયોગ કરી શકે છે.
સીટોની વહેંચણી અર્તગત કારાકાટ અને મોતિહારી સીટ પર આરએલએસપી અને મધેપુરા પર એલજેડી ચૂંટણી લડશે. સીતામઢીથી આરએલએસપી સાંસદ રામ કુમાર શર્મા અત્યારે સાંસદ છે. જ્યારે શરદના ખાસ અર્જુન રાય પણ આ સીટ પરથી જ ચૂંટણી લડવા માંગે છે. હમના નેતા જીતનરામ માંઝી ગયાથી ચૂંટણી લડશે. જાપ નેતા પપ્પૂ યાદવ અને સપા નેતા દેવેન્દ્ર યાદવને પણ મહાગઠબંધનમાં જગ્યા આપવામાં આવે તેવી શકીયતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY