સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનેલા વેલી ઓફ ફ્લાવર પ્રવાસીયો માટે આકર્ષણ નું કેન્દ્ર હોય ત્યાં પાણી માટેની મોટરના કેબલની ચોરી
રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા પાસે ઉભા કરાયેલા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓનું ખાસ આકર્ષણ બન્યું હોય ત્યારે તેની આસપાસ બનેલા વેલી ઓફ ફ્લાવર પણ પ્રવાસીઓ ને ઓઉટડૉર ફોટોગ્રાફી માટે ખાસ આકર્ષણ બન્યું છે કેમે અલગ અલગ જાત ના રંગ બેરંગી ફૂલો ત્યાં લગાડાયા હોય લોકો મોટી સંખ્યામાં ખાસ ફોટોગ્રાફી કરે છે પરંતુ આકરી ગરમીમાં ફૂલો માં પાણી પીવડાવવું જરૂરી હોય ત્યાં નર્મદા વન વિભાગ તરફથી મોખડી રાઉંડ બીટ -૩ મા નર્મદા નદીમા 10 HP ની મોટર મુકવામા આવેલ જે મોટરના કેબલ મોટર થી સ્વીચ બોર્ડ સુધીનો કેબલ આશરે ૩૦૦મીટર કી રૂ ૨૦,૦૦૦/- ની કોઇ ચોર ચોરી કરી લઇ જતા વન વિભાગના કર્મચારી એ આ બાબતે કેવડિયા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે તપાસ કેવડિયા પીએસઆઇ એ આર ડામોર કરે છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



