ન્યુ દિલ્હી,તા.૧૧
બે દિવસ પહેલા દેશની રાજધાની દિલ્હીમાં ઝડપાયેલા આઈએસઆઈએસનાં ત્રણ સંદિગ્ધ આતંકીઓએ મોટો ખુલાસો કર્યો છે. આ લોકોની પૂછપરછ દરમિયાન ઝફર નામનાં એક આતંકીએ ગુપ્તચર એજન્સીને જણાવ્યું છે કે, તેઓ શહીદી માટે જ અહીં આવ્યા હતાં. તેમને અહીં મોટા અને ફેમસ હિંદુ નેતાઓની હત્યા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. મોટા નેતાઓની જાણકારી તેમને શહેરની દિવાલો પર લાગેલા પોસ્ટરો પરથી લેવાની હતી. જે બાદ આખા પ્લાનિંગની સાથે તેમની ઉપર હુમલો કરવાનો હતો. તેમણે એ પણ જણાવ્યું કે, તેમણે સેના અને પોલીસનાં ભરતી કેમ્પનની રેકી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. આ લોકોનાં હેન્ડલરે તેમને જણાવ્યું હતું કે, વર્દી પહેરેલા મોટા અધિકારીઓ દેખાય તો તેમની હત્યા કરી દેવાની.
ગુપ્તચર એજન્સીઓનાં અધિકારીઓ પ્રમાણે, આ ત્રણ આતંકીઓની યોજના દેશનાં વિવિધ શહેરોમાં મોટા હુમલાની હતી. આ ઉપરાંત આરએસએસનાં મોટા નેતા પણ તેમના નિશાના પર હતા. અધિકારીઓનું કહેવું છે કે, ઝડપાયેલા આઈએસઆઈએસ આતંકવાદીઓની ઉત્તરપ્રદેશમાં પણ મોટા હમલાઓ કરવાનું ષડયંત્ર હતું. ઉત્તરપ્રદેશ એટીએસ હવે દિલ્હી એટીએસનાં સંપર્કમાં છે. તેઓ આમને પોતાના કબજામાં લઇને પૂછપરછની તૈયારીમાં છે. આ દરમિયાન પૂછપરછમાં તે પણ ખુલાસો કર્યો કે, આ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે એવી એપનો ઉપયોગ કરતા હતા કે, કોમ્યુનિકેશન પુરું થતાંની સાથે જ ટેક્સટ પોતાની જાતે જ ડિલીટ થઇ જાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



