બાબદા ગામમાં રહેતા મુળજીભાઈનો પુત્ર અંકિત માતા લીલાબેનને બાઈક ઉપર લઈ જતી વેળા નવાગામ પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા ફંગોળાયેલા માતા પુત્ર પૈકી માતાનું મોત
બોરવેલની ટ્રકે બાઈક પર આવતા માતા પુત્રને ટક્કર મારતા માતાના માથા પર ટ્રકનું ટાયર ફરી જતા કમકમાટી ભર્યું મોત
રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નવાગામ પાસેથી બાઈક પર જતા માતા પુત્રને એક ટ્રકે ટક્કર મારતા બન્ને રોડ ઉપર પડી જતા માતાનું મોત થયું હતું જયારે પુત્રને પણ ઇજા થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડાના બાબદા ગામમાં રહેતા અને મિશન સ્કૂલમાં લાઈબ્રેરીયન તરીકે ફરજ બજાવતા મુળજીભાઈનો પુત્ર અંકિત તેની માતા લીલાબેન સાથે બાબદા ગામેથી પોતાની બાઈક નં.GJ-22-L-2581 લઇ નિવાલ્દા મુકામે આવતા હતા તે વખતે નવાગામ (પાનુડા) ગામ નજીક રોડ ઉપર આવતા સામેથી આવતી બોરવેલ ટ્રક નં.GJ-3-EA-8693 ના ચાલકે પોતાની ટ્રક ગફલતભરી રીતે હંકારતા અંકીતની ગાડીને ટક્કર મારતા બંને રોડ પર ફેંકાયા હતા જેમાં રોડ ઉપર ફેંકાયેલા લીલાબેન પર બોરવેલ ટ્રકના ટાયર માથા ઉપર ફરી વળતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજ્યું હતું તેમજ અંકીતને શરીરે ઇજાઓ પહોંચાડી ટ્રક ચાલક પોતાની ટ્રક સ્થળ ઉપર મૂકી નાસી જતા દેડિયાપાડા પોલીસે આ બાબતે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



