પત્રકારની પીટાઈઃ ભાજપ કરે તો લીલા…બીજા કોઈ કરે તો કેરેક્ટર લૂઝ….?!

0
43

લોકસભામાં રજુ થયેલા રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (એન સી આર બી) ના રિપોર્ટ અનુસાર ૨૦૧૩થી અત્યાર સુધી માં દેશમાં પત્રકારો ઉપર સૌથી વધુ હુમલા ઉત્તર પ્રદેશમાં થયા છે. ૨૦૧૩ થી લઈને અત્યાર સુધી ઉત્તરપ્રદેશમાં પત્રકારો ઉપર હુમલા ના ૬૭ કેસ દાખલ થયા છે. બીજા નંબર પર ૫૦ ઘટનાઓ સાથે મધ્ય પ્રદેશ અને ત્રીજા સ્થાન પર ૨૨ હુમલાઓની સાથે બિહાર છે. આ સમય દરમ્યાન સમગ્ર દેશમાં પત્રકારો ઉપર હુમલાના ૧૯૦ મામલા સામે આવ્યા છે. યુપીમાં આજનિ સમયે ભાજપાની સરકાર છે અને યોગીજી પ્રદેશના વડા છે. એક ચેનલના પત્રકાર પ્રશાંત કનોજીયાએ યોગીજીનું કહેવાતું અપમાન કરવાના આરોપમાં જેલમાં નાખી દેવામાં આવ્યો. યુપી ના જ શામલીમા એક ઘટનાનું કવરેજ કરી રહેલા પત્રકારની પોલીસ દ્વારા પીટાઈ અને તેના મોઢા ઉપર પેશાબ કરવાની ઘટના સત્તાધારી પક્ષ ભાજપાને માટે નાનકડી હોઈ શકે છે. યોગી સરકારમાં જ એક ચેનલને તાળા લાગી ગયા કેમ કે તે લોકોનો અવાજ ઉઠાવી રહી હતી. ભાજપાના નેતાઓ અવાર નવાર ઇમરજન્સીની વાતો કરીને કોંગ્રેસની ટિપ્પણી કરતા રહ્યા છે. કોંગ્રેસ પણ કોઈ દૂધની ધોયેલી નથી તો ભાજપાના કમળ ઉપર પણ પત્રકારોને પીડા પહોંચાડવાનું અને મારપીટ કરવાનો દાગ લાગ્યો છે. પરંતુ ભાજપાની એવી નીતિ રહી છે કે હું કરું તો લીલા અને અન્ય કોઈ કરે તો સાલુ ચારિત્ર્ય ઢીલુ….!
બંગાળમાં ભાજપાની એક મહિલા કાર્યકર્તાએ ત્યાના સીએમ મમતા બેનરજીનું પ્રિયંકા ચોપડા જેવું પુતળુ બનાવ્યું તો મમતા સરકારે તેને જેલમાં નાખી દીધી ત્યારે ભાજપાએ દેશભરમા મમતા દીદી ની વિરુદ્ધ હલ્લા ગુલ્લા-શોર બકોર મચાવી દીધો. દીદીને તાનાશાહ કહેવામાં આવ્યા. જ્યારે આવાજએક મામલામાં યોગી સરકારે પત્રકાર પ્રશાંત કનોડિયાને જેલમાં નાખ્યો. ત્યારે તો કોઈ ભા.જ.પા.ના નેતાએ યોગી સરકારને તાનાશાહ કહ્યું નહીં અને કહે તો પણ ક્્યાં મોઢે થી કહે. ભા.જ.પા સરકારમાં પોલીસ કે તંત્ર પત્રકારોની પીટાઈ કરે તો ભાજપાને સારું લાગે છે પરંતુ જ્યારે કોઈ બિન ભાજપાની સરકાર ભાજપના કાર્યકર્તાને જેલમાં નાખે તો તે….? ઈમરજન્સીને આગળ કરીને પોતાની જાતને બચાવવી એ હવે આજના સોશિયલ મીડિયા અને નેટયુગમા સંભવ નથી. આજે તો તુરંત પ્રતિક્રીયા મળે છે. એક ચેનલના ફક્ત એટલા માટે તાળા લગાવી દઈને મજબૂર કરવાની કે સરકારની વિરુદ્ધ જનતાનો અવાજ ઉઠાવી રહી હતી….? શું ભાજપા સરકારમાં પોતાની ટીકા-ટિપ્પણી સાંભળવાની હિંમત નથી કે શું….?
પોલીસ દ્વારા પત્રકારની પીટાઈનો વિડિયો જાવાથી ખબર પડે છે કે લોકશાહીમાં પોલીસને ચોથી જાગીર ઉપર કેટલો પ્રેમ છે….! આવી પીટાઈ કોઈ પત્રકારે પોલીસવાળાની કરી હોત તો યોગી સરકાર શું કરત…..? વિચારો ભાજપાના નેતાઓ અને દીદીની સરકાર પણ. ચોથી જાગીર કોઈને પસંદ નથી. મીડિયા- પ્રેસ સરકારની વાહવાહી કરવાને માટે નથી. તે પ્રજા અને સરકાર ની વચ્ચે એક કડી છે. જા આ કડી તૂટી જશે તો જનતા નો અવાજ સરકાર અને તંત્ર સુધી કોણ પહોંચાડશે…..? બંગાળ સરકાર કરે તો કેલેક્ટર લુઝ અને ભાજપાની સરકાર કરે તો લીલા….! પત્રકાર ભાઈઓ અત્યારે પણ નથી જાગ્યા તો ઈમરજન્સીથી પણ ખરાબ હાલત થઈ શકે છે. સંગઠનમાં શક્તિ છે. ભાજપાની મોદીની તાકાત સંગઠન છે. મોદીજી એકલા કાઈ ન કરી શકે. એજ રીતે પત્રકાર-પ્રેસ કે મિડીયા એક થાય. આપણે બધા એક થઈશુ તો એક અને એક ૧૧ બનશે. યુપી ની સરકાર હોય કે મમતાની. પ્રેસ મીડિયા ઉપર હુમલો નિંદનીય છે. યોગીજીને આ અંગે કઈ કહેવાની હિંમત ભાજપાના કોઈ પણ નેતાઓમાં નથી તે એક કડવી સત્ય વાત છે. મીડિયા ખતરામાં છે એ જાણીને એવુ માનીને મિડીયા કર્મચારીઓ ચાલે અને બધા એક થાય તો કોઈપણ સરકાર મીડિયા અને હાથ લગાવવાની હિમત નહીં કરે. કિસી ને ખુબ કહા હૈ- ઉઠ જાગ મુસાફિર ભોર ભઇ અબ રૈન કહા જા સોવત હૈ…. સો સોવત હૈ વો ખોવત હૈ…..!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY