વલસાડ, તા.૯
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેની વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આરોગ્ય વિષયક જનજાગૃતિ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ.અજીતભાઇ ચૌધરી, ડૉ.આઇ.સી.પટેલ, ડૉ.ઉપાસનાબેન પટેલ તથા તમાકુ નિયંત્રણ સેલના કૌશિકભાઇ વગેરેએ એન.એસ.એસ.ના સ્વયંસેવકોને વિવિધ રોગોની જાણકારી આપી તેમાંથી બચવાના ઉપાયો અંગે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય ડૉ.વી.ડી.પટેલ, પ્રોગ્રામ ઓફિસર ડૉ.શૈલેષ રાઠોડ, એન.એસ.એસ.ના સ્વયંસેવકો હાજર રહ્યું હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


