ન્યુ દિલ્હી,તા.૬
એલપીજી સિલિન્ડરનું વિતરણ કરતી ગેસ એજન્સીઓ આપના ઘરઆંગણે સિલિન્ડરની ડિલિવરી માટે ચાર્જ વસૂલ કરે છે, પરંતુ જો હવે તમે તેની એજન્સી કે ગોડાઉન પર જઇને સિલિન્ડર ખરીદશો તો તેમણે ડિલિવરી ચાર્જ પરત કરવો પડશે.
પેટ્રોલિયમ મંત્રાલય હવે હોમ ડિલિવરી કર્યા વગર ડિલિવરી ચાર્જ વસૂલ કરતી ગેસ એજન્સીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરનાર છે. ગ્રાહકોના ઘરઆંગણે ગેસ સિલિન્ડર નહીં પહોંચાડવા છતાં ડિલિવરી ચાર્જ વસૂલ કરવાની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને હવે પેટ્રોલિયમ મંત્રાલય આ બાબતે કડક વલણ અખત્યાર કરીને ગેસ એજન્સીઓ સામે કાર્યવાહી હાથ ધરનાર છે.
પેટ્રોલિયમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોઇ એજન્સીની વિરુદ્ધ ઘર સુધી સિલિન્ડર નહીં પહોંચાડવા છતાં જો ડિલિવરી ચાર્જની વસૂલાત અંગેની કોઇ ફરિયાદ મળશે તો એજન્સીનું લાઇસન્સ રદ કરવામાં આવશે. ડોમેસ્ટિક એલપીજી ડિસ્ટ્રિબ્યુટર કમિશનના આદેશમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જો ગ્રાહક વિતરકની એજન્સી કે ગોડાઉનમાંથી સિલિન્ડર ખરીદે તો તેની પાસેથી ડિલિવરી ચાર્જ વસૂલ કરી શકાય નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




