નર્મદા જિલ્લા માં સોમવારે બે અકસ્માત માં બે વ્યક્તિના મોત તેેમજ ત્રણને  ગંભીર ઇજા 

0
27

તિલકવાડા નાા આલમપુરા પુરા પાસે બાાઈક ચાલકે ખાડામાં બાઈક ઉતારી દેતા મોત જયારે ડેડીયાપાડા ના ટિમ્બાપાડા પાસે કરે બાઈકને ટક્કકર મારતા એકનું મોત

રાજપીપળા: નર્મદા જિલ્લા માં સોમવારે બે અલગ અલગ અકસ્માત થયા હતા જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જયારે ત્રણ ને ગંભીર ઈજાઓ થતાાા સારવાર માટે ખસેડાયા છે

પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડા તાલુકાના આલમપુર ગામ પાસે થયેલા અકસ્માત માં ગરુડેશ્વર તાલુકાના એકતેશ્વર ગામના બે મિત્રો પૈકી નરેશ ઈશ્વર તડવી અને સંજય લક્ષમણ તડવી ગતરોજ નરેશ ની બાઈક નં.જી જે 22 જે 6497 લઈ તિલકવાડા વીજ કંપની ની કચેરી એ લાઈટ બિલ ભરી પરત ફરતા હતા ત્યારે આલમપુરા ગામ પાસે ના વળાંક માં વળાંક લેવાના બદલે નરેશ તડવી એ પોતાની બાઈક સીધી સામેના ખાડા માં ઉતારી દેતા તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું જયારે મિત્ર સંજય ને ગંભીર ઈજાઓ થતા તેને આ બાબતે તિલકવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી

જયારે બીજો બનાવ ડેડીયાપાડા તાલુકાના ટિમ્બાપાડા ગામની સિમ માં બન્યો જેમાં ત્રણ મિત્રો પૈકી ફરિયાદી જીગ્નેશ જાલમસિંગ વસાવા ,નીતિન રૂપજી વસાવા અને જૈમિન અમ્રત વસાવા જીગ્નેશ ની બાઈક નં.જી જે 22 ઈ 7904 પર ડેડીયાપાડા થી ટિમ્બાપાડા તરફ જતા હતા એ સમયે પુરપાટ ધસી આવેલી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નં.જી જે 06 કેપી 5314 ના ચાલકે બાઈકને ટક્કર મારતા જૈમિન વસાવા નું મોત નિપજાવ્યું જયારે એની સાથેના અન્ય બે મિત્રો ને ગંભીર ઇજા પોહચાડી નાસી જતા જીગ્નેશ વસાવા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY