ધીરજ રાખો, મિર્ઝાપુર-૨ પણ બનશે : અલી ફઝલ

0
8

મુંબઈ,તા.૭
અભિનેતા અલી ફઝલે એવા સમાચારને સમર્થન આપ્યું હતું કે હિટ વેબ સિરિઝ મિર્ઝાપુરની બીજી સીઝન બનવાની તૈયારી થઇ રહી હતી. આ સિરિઝમાં અલી ફઝલે ઉત્તર પ્રદેશના એક માથાભારે ગુંડા ગુડ્ડુનો રોલ કર્યો હતો જેને જબરદસ્ત આવકાર મળ્યો હતો . અલબત્ત, અલીની હજારો મહિલા ફેન્સે અલીની આ રોલ કરવા માટે ટીકા કરી હતી.
આ રોલ કરવા માટે અલીએ પોતાનું નામ બદલવા ઉપરાંત ઉત્તર પ્રદેશના એક સાચ્ચા ડાન સાથે થોડો સમય વીતાવ્યો હતો અને એ લોકોની રહેણીકરણી, વાતચીતની સ્ટાઇલ તથા મેનરીઝમ સમજી લીધાં હતાં. ત્યારબાદ પોતાનું અતિ ક્રૂર લાગતું ગુડ્ડુનું પાત્ર ભજવ્યું હતું.
આ એક ક્રાઇમ થ્રીલર વેબ સિરિઝ હતી જેને જારદાર આવકાર સાંપડતાં એના સર્જકોએ બીજી સીઝન કરવાનો નિર્ણય લીધો હતો. એક મિડિયા રિપોર્ટમાં આ બાતમી પ્રગટ થતાં મિડિયાએ અલીને પૂછ્યું હતું અને અલીએ આ વાતને સમર્થન આપ્યું હતું. જા કે વધુ કંઇ કહેવાનો એણે ઇનકાર કર્યો હતો.
આ સિરિઝમાંં અલી ઉપરાંત પંકજ ત્રિપાઠી, વિક્રમ મેસી, દિવ્યેન્દુ શર્મા, રસિકા દુગલ, શ્રીયા પિલગાંવકર અને શ્વેતા ત્રિપાઠી ચમકિયા હતાં. પહેલી સીઝનના ડાયરેક્ટર પ્રદીપ સરકાર હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY