શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિહાળી વિદ્યાર્થીઓની શ્રેષ્ઠુ કારકિર્દી ઘડતરના માર્ગદર્શન સાથે વસાવાએ પાઠવી શુભેચ્છા

બોર્ડની જાહેર પરીક્ષાઓમાં શ્રેષ્ઠી દેખાવ બદલ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારની સિધ્ધિઓ બિરદાવાઇ

રાજપીપલા:રાષ્ટ્રિય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય હર્ષદભાઇ વસાવાએ તાજેતરમાં ગરૂડેશ્વર તાલુકાના ગોરા ખાતેની એકલવ્ય મોડેલ સ્કુલની મુલાકાત લઇ શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિહાળી છેલ્લા ત્રણ વર્ષથી શાળાના ૧૦૦ ટકા પરિણામની સાથે બે વર્ષથી ધો- ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૮૦ ટકા પરિણામ બદલ શાળાના આચાર્ય સહિત સમગ્ર શાળા પરિવારને તેઓએ અભિનંદન આપ્યાં હતાં.
એકલવ્ય મોડેલ સ્કુલના શૈક્ષણિક કાર્યની નિરીક્ષણ મુલાકાત દરમિયાન હર્ષદભાઇ વસાવાએ શાળાના વર્ગખંડમાં જઇને ધો- ૧૦ અને ધો- ૧૨ ના વિદ્યાર્થીઓ સાથે તેમના અભ્યાસ અને શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ સંદર્ભે સીધો સંવાદ કર્યો્યો હતો, જેમાં વિદ્યાર્થીઓની તેમના અભ્યાસ પ્રત્યેની રૂચિ ઉપરાંત શાળાના ઉત્સાહી ગુરૂજનોના સુભગ સમન્વયથી શાળામાં સ્વચ્છતા જાળવણીની બાબતે તેમણે સંતોષ વ્યક્ત કર્યો. સાથોસાથ શાળાની શૈક્ષણિક ઇતર પ્રવૃત્તિઓને લીધે બાળકોની ઇચ્છાશક્તિ મુજબ સર્જાયેલા શાળા વાતાવરણને તેઓ એ બિરદાવ્યું હતું.
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય હર્ષદભાઇ વસાવાએ ખેલકૂદ ક્ષેત્રે પણ આ શાળાને ખેલ મહાકુંભમાં જિલ્લા્કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્તી કરવા અને રાજ્ય સરકાર તરફથી મળેલ એવોર્ડ બદલ ધન્યવાદ આપ્યાં હતાં.
હર્ષદભાઇ વસાવાએ શાળાના વિદ્યાર્થીઓ સાથે કરેલા વાર્તાલાપમાં ધો- ૧૦ અને ધો-૧૨ માં મેડીકલમાં જવા માટે NEET-JEE ની પરીક્ષાઓમાં વિદ્યાર્થઓ શ્રેષ્ઠ્ દેખાવ કરે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવાની સાથે શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર માટેની શુભેચ્છા પાઠવી હતી.
હર્ષદભાઇ વસાવાએ શાળાની સાયન્સ લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ અને છાત્રાલયની પણ મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન શાળાના આચાર્ય રાકેશભાઇ એ હર્ષદભાઈ વસાવા સાથે રહીને શાળાની શિક્ષણ કાર્યની સાથે વિવિધ પ્રવૃત્તિઓથી તેમણે અવગત કર્યાં હતાં.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




