વિરમગામ સહિત ગુજરાત રાજ્યમાં ૧૬મી જુલાઇથી ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે

0
11

અમદાવાદ જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા જિલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયકના માર્ગદર્શન મુજબ વિરમગામ તાલુકાના પત્રકારો માટે ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંગે માર્ગદર્શન આપવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ સહિત ગુજરાત રાજ્યમાં ૧૬મી જુલાઇથી ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઓરી-રૂબેલા અભિયાન અંતર્ગત ૯ માસ થી ૧૫ વર્ષના વય જૂથ વચ્ચેના તમામ બાળકોને રસી આપવામાં આવશે. વિરમગામ ખાતે આયોજિત પત્રકાર વર્કશોપમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ભારત સરકારે ઓરી-રૂબેલા (એમ.આર.) માટે સંયુક્ત રસીનો આરંભ કરવા અંગે નિર્ણય લીધો છે. શરૂઆતમાં આ રસી અભિયાન તરીકે આપવામાં આવશે, ત્યારબાદ તેનો સમાવેશ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ઓરી- રૂબેલાની રસી સ્વરૂપે કરવામાં આવશે. તેને ઓરીના પહેલા ડોઝ અને બીજા ડોઝને સ્થાને આપવામાં આવશે. ઓરી-રૂબેલા રસીનો પ્રારંભ તબક્કાવાર તમામ રાજ્યમાં કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ૧૬મી જુલાઇથી ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઓરી-રૂબેલા અભિયાન ૯ માસથી ૧૫ વર્ષના વય જૂથ વચ્ચેના તમામ બાળકો માટે છે, પછી ભલે તેમને અગાઉ ઓરી-રૂબેલાની રસી આપવામાં આવી હોય કે ન આપેલ હોય. ઓરી એક ઘાતક રોગ છે અને તે બાળકોમા  અકાળે થતા મૃત્યુના મુખ્ય કારણોમાંથી એક છે. ઓરી ખૂબ જ ચેપી હોય છે, જે ચેપજન્ય વ્યક્તિના ખાંસવા અને છીંકવાથી ફેલાયછે. ઓરીને કારણે આપના બાળકમા  પ્રાણઘાતક સમસ્યાઓની સંભાવનાઓ વધી જાય છે. જેમ કે ન્યુમોનિયા, ઝાડા અને મગજનો તાવ. સામાન્ય રીતે ઓરીના લક્ષણો આ મુજબ છે: ચહેરા પર ગુલાબી-લાલ ચાંદા, વધુ પડતો તાવ, ખાંસી, નાક વહેવું અને આંખો લાલ થઇ જવી. રૂબેલા રોગ જો સ્ત્રીને ગર્ભાવસ્થાની શરૂઆતમાં રૂબેલાનો ચેપ લાગી જાય, તો સી.આર.એસ. (જન્મજાતરૂબેલા સિન્ડ્રોમ) વિકસિત થાય છે, જે ભ્રૂણ અને નવજાત શિશુઓ માટે ગંભીર અને ઘાતક સાબિત થઈ શકે છે. પ્રારંભિક ગર્ભાવસ્થા દરમિયાન જો સગર્ભાને રૂબેલાનો ચેપ લાગ્યો હોય તો, જન્મેલા બાળકમાં લાંબાગાળાની જન્મજાત ખામીઓથી પીડિત થવાની શક્યતાઓ વધી જાય છે, જેના કારણે આંખ (ગ્લુકોમા, મોતિયાબિંદુ), કાન (બહેરાશ), મસ્તિષ્ક (માઇક્રોસિફેલી, માનસિક મંદતા) પર અસર પહોંચે છે તેમજ હૃદયની ખામીઓનું જોખમ વધી જાય છે. રૂબેલાને કારણે ગર્ભવતી સ્ત્રીમાં ગર્ભપાત, અકાળે પ્રસૂતિ અને મૃત પ્રસૂતિની સંભાવનાઓ વધી જાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY