શ્રીનગર,તા.૪
જમ્મુ કાશ્મીરમાં મહેબુબા સરકારમાં સહયોગી પાર્ટી રહેલી ભાજપ આજકાલ પીડીપી પર હુમલા કરી રહી છે. વળી, પીડીપી પણ ભાજપ પર પલટવાર કરવાનો કોઈ મોકો નથી છોડી રહ્યા. બુધવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરતા કલમ ૩૭૦ વિશે પીડીપી, ઉમર અબ્દુલ્લા અને કોંગ્રેસ પર ખૂબ નિશાન સાધ્યુ. હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ અમિત શાહના નિવેદન પર પલટવાર કરતા કહ્યું છે કે જે દિવસે તમે ૩૭૦ ખતમ કરશો, તમારી પણ કબ્જો કરનારામાં ગણતરી થશે. જે રીતે ફિલિસ્તીન પર ઈઝરાયેલનો કબ્જા છે.
પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ એક જનસભાને સંબોધિત કરતા કહ્યુંકે અમિત શાહ સાહેબ, મહેબૂબા મુફ્તી તમને કહી રહી છે, જે દિવસે તમે ૩૭૦ ખતમ કરશો, તમારી પણ કબ્જો કરનારામાં ગણતરી થશે. જે રીતે ફિલિસ્તીન પર ઈઝરાયેલનો કબ્જો છે તે રીતે જમ્મુ કાશ્મીરમાં હિંદુસ્તાનનો કબ્જા હશે, જા તમે ૩૭૦ને ખતમ કર્યુ.
આ પહેલા ચૂંટણી સભાઓથી ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતુ કે બે પ્રધાનમંત્રીનું સપનુ કિયારેય નહિ પૂરુ થવા દઈએ. તેમણે સીમા પર ફાયરિંગ પર પાકને જવાબ આપતા કહ્યુંકે જો સીમા પરથી ગોળી આવશે તો અહીંથી ગોળા જશે. અમિત શાહે કહ્યુંહતુ કે ઉમર અબ્દુલ્લાને બધુ વારસામાં મળ્યુ. હવે કહે છે, ૩૫એને ના અડતા, નહિતર જમ્મુ કાશ્મીરમાં વધુ એક પ્રધાનમંત્રી બનાવવા પડશે. શું ઉમર બનાવી દેશે પીએમ? અને જો તે બનાવશે તો શું અમે બેસી રહીશુ?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


