સરકારની મહત્વપૂર્ણ જાહેરાત ૩૧ આૅક્ટોબર સુધી નર્મદા કેનાલમાં વધુ ૬૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે

0
19

ગાંધીનગર,તા.૨૬
ગુજરાતમાં પાણીના પોકારો વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. આવતીકાલથી ૩૧ ઓક્ટોમ્બર રાત્રીના ૧૨ કલાક સુધી નર્મદા કેનાલમાં વધુ ૬૦૦૦ ક્્યુસેક પાણી છોડાવામાં આવશે. હાલમાં ૬૦૦૦ ક્્યુસેક પાણી નર્મદા બંધમાંથી છોડવામાં આવે છે. એટલે કે આવતીકાલથી ૧૨,૦૦૦ ક્્યુસેક પાણી છોડવામાં આવશે.
ખેડૂતો અને ધારાસભ્યો દ્વારા મળેલી રજુઆતને પગલે નિર્ણય લેવાયો હતો. ૫ દિવસ સુધી વધુ પાણી આપવાની જાહેરાત કરાઇ છે . હાલમાં નર્મદા બંધમાં પાણીનું લેવલ ૧૯૭.૨૮ મીટર છે. પાણીની આવક ૨૧૦૦૦ ક્્યુસેક છે. તમામ કેનાલમાં મુખ્ય અને માઇનોર કેનાલમાં ૧૨૦૦૦ ક્્યુસેક પાણી છોડાશે. ખેડૂતોના પાકને બચાવવા નિર્ણય લેવાયો છે.
નીતિનભાઈને એ સવાલ છે કે શું ૫ દિવસ ગુજરાતના ખેડૂતોને પાણીની જરૂરિયાત છે. ૫ દિવસમાં ગુજરાતમાં ખરીફ સિઝન પૂરી થઈ જાય છે કે, ૫ દિવસમાં ગુજરાતની નર્મદા કેનાલ આધારિત કમાન્ડ એરિયામાં પિયત થઈ જાય છે. જા આ સ્થિતિ હોય તો ૫ દિવસ જ પાણી આપો. આ ૫ દિવસનો ક્રાઇટ એરિયા તમે કેમ નક્કી કર્યો છે. કદાચ એવું તો નથી ને નર્મદાના પાણીથી ગરૂડેશ્વર વિયર ભરાઈ રહ્યો છે તો ખેડૂતો વિરોધ કરે અને મોદી સાહેબનો પોગ્રામ બગડે તોપ કદાચ આ ડરમાં તો ખેડૂતોને અપાતું પાણી ડબલ કરાયું તો નથી. જા ખરેખર હોય તો ગુજરાતની સરકાર ધન્ય છે.
ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમ પર વિશ્વભરની નજરો છે. આ સ્થિતિમાં ખેડૂતોના રોશનો ભોગ ન બનવું પડે તે માટે સરકારે નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લીધો છે. હાલમાં ગરૂડેશ્વર વિયર ભરવા માટે પાણી છોડાઇ રહ્યું છે. જેના પગલે ૧૨ કિલોમીટર લાંબુ સરોવર બનવાનું છે. આ સ્થિતિમાં ખેડૂતોના રોષનો ભોગ ન બનવું પડે માટે સરકારે તાત્કાલિક નિર્ણય લીધો છે. જેમાં મોદીનો કાર્યક્રમ પૂરો થતાં જ ખેડૂતોને નર્મદાનું વધારાનું પાણી આપવાનું બંધ થઈ જશે, સરકારે માત્ર ૫ જ દિવસ વધારાનું પાણી છોડવાનો નિર્ણય લીધો છે. જેનો સીધો મતલબ એે છે કે, મોદી સરકારનો કાર્યક્રમ વિના વિધ્ને સંપન્ન થઈ દાય અને નર્મદાના પાણી છોડવાનો કોઈ વિરોધ ન થાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY