અમદાવાદ,તા.૨૬
મ્યુનિસિપલ સત્તાવાળાઓની આંખ આડા કાન કરવાની નીતિનાં કારણે લાખો-કરોડો રૂપિયાની કિંમતમાં પ્લોટમાં ગેરકાયદે દુકાન-રહેઠાણ સહિતના દબાણ ઊભા થઇ જાય છે, જાકે છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા આવા દબાણો સામે કડક હાથે કાર્યવાહી થઇ રહી હોઇ પૂર્વ ઝોનનાં એક મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં ગેરકાયદે બનાવાયેલી ૬૩ દુકાન પર સવારથી તંત્ર દ્વારા હથોડા ઝીંકાઇ રહ્યાં છે.
જેનાં કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચ્યો છે. ઓઢવનાં રબારીકોલોની વિસ્તારમાં આવેલા ૬૩૦૦ સ્કવેર મીટરનાં રિઝર્વ પ્લોટમાં ૬૩ જેટલી દુકાન ગેરકાયદે રીતે ઊભી કરાઇ હતી. આ દુકાનોને હટાવવા માટેની કામગીરી આજે સવારથી પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરાઇ છે. સ્થાનિક પોલીસતંત્રની મદદથી હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલિશનની કામગીરીમાં પાંચ જેસીબી મશીન ઉપયોગ થઇ રહ્યો છે તેમ પૂર્વ ઝોન ડેપ્યુટી કમિશનર જે.એસ. પ્રજાપતિ જણાવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




