બસમાં આગ ફાટી નીકળતા મુસાફરોમાં બૂમાબૂમ, કોઈ જાનહાની નહિ

0
28

સુરત,તા.૨૬
સાપુતારા નજીક સુરતની એક ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી બસમાં સવાર મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જાકે, તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી ઉતારી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.
સુરતની શુભમ ટ્રાવેલ્સની બસમાં સાપુતારા વઘઈ આંતરરાજ્ય ધોરીમાર્ગ સકરપાતાળ નજીક આગ ફાટી નીકળી હતી. એકા એક બસમાં આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવરે તાત્કાલિક બસ રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી. બસમાં ૩૫ જેટલા મુસાફરો સવાર હતા. આગના કારણે મુસાફરોએ બૂમાબૂમ કરી દીધી હતી. જાકે, તમામ મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવતા બચાવ થયો હતો.
શુભમ ટ્રાવેલ્સની બસ મોડી રાત્રે શિરડીથી સુરત પરત ફરી રહી હતી. દરમિયાન બસમાં આગ લાગી ગઈ હતી. અને ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બસને રોડની સાઈડમાં ઉભી રાખી મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. જાત જાતામાં આગ આખી બસમાં ફેલાઈ ગઈ હતી. અને બળીને ખાખ થઈ ગઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY