અમૃતસર,તા.૨૩
માનવીય સંબધો અને લાગણીઓને શર્મસાર કરતા એક કિસ્સામાં હાવડા અમૃતસર ટ્રેનના એક ટોયલેટના ફ્લશમાં એક દિવસનુ નવજાત બાળક મળી આવ્યુ હતુ.
આ ઘટના બાદ અમૃતસર રેલવે સ્ટેશન પર હડકંપ મચી ગયો હતો.એક સફાઈ કર્મચારીએ પ્લેટફોર્મ પર આવેલી ટ્રેનના એસી ડબ્બાના ટોયલેટનો દરવાજા ખોલીને જાયુ તો દુપટ્ટામાં લપેટાયેલુ નવજાત બાળક ફલશમાં ફસાયેલુ હતુ.આ જાઈને સફાઈ કર્મચારીએ તાત્કાલીક બાળકને બહાર કાઢ્યુ હતુ.
આ બાળકને જન્મે એકાદ દિવસ જ થયો હોય તેવુ લાગતુ હતુ.હેરાન કરનારી વાત એ હતી કે આટલી ભયાનક ઠંડીમાં પણ આ બાળક જીવતુ રહ્યું હતુ.એ પછી પોલીસને ઘટનાની જાણકારી અપાઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવાયુ હતુ.જોકે બાળકની માતાનો હજી અતો પતો મળ્યો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



