નરોડા રોડ પર હિટ એન્ડ રનઃ ફોર વ્હીલની અડફેટે એકનું મોત

0
396

અમદાવાદ,તા.૭
નરોડા રોડ પર આનંદ એસ્ટેટ પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, નરોડા રોડ પર ખોડિયાર માતાના મંદિર પાસે મહાવીર સ્મૃતિ સોસાયટી નજીક રહેતા ગણેશભાઇ મધોડકર નામના આધેડ રાત્રીના નવ વાગ્યાના સુમારે નરોડા રોડ પર આનંદ એસ્ટેટ સામેથી ચાલતા પસાર થતા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવેલા કોઇ ફોર વ્હીલે ગણેશભાઇને અડફેટે લઇ જારદાર ટક્કર મારતા ગણેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
શહેર કોટડા પોલીસે ફરિયાદના આધારે આ અંગે ગુનો દાખલ કરી અકસ્માતના સ્થળે અનેક લોકોની પૂછપરછ કરી હતી. પરંતુ નાસી છૂટેલા વાહનચાલકની ભાળ મળી ન હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY