પોલીસે ભાંડો ફોડ્યોઃ મિત્રને મદદ કરવા યુવતીએ રૂ.૫.૫૦ લાખની લૂંટનું નાટક કર્યું

0
46

રાજકોટ,તા.૭
શહેરના ગુજરીબજારમાં શુક્રવારે બપોરે ૧ વાગ્યે યુવતીને છરીનો ઘા ઝીંકી રૂ.૫.૫૦ લાખની રોકડની લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં કિંજલ મણિયારે તેના ગાઢ મિત્ર બગસરાના હાર્દિક વાળાને મદદ કરવા લૂંટનું નાટક કર્યાનો ધડાકો થયો હતો. પોલીસે યુવતીના મિત્રની ધરપકડ કરી રોકડ કબજે કરી હતી. બપોરની ઘટના આ પ્રમાણે હતી. શહેરના ટપુભવાન પ્લોટમાં રહેતી કિંજલ દીપકભાઇ મણિયારે (ઉ.વ.૨૫) શુક્રવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં પોલીસમાં જાણ કરી હતી કે ગુજરીબજારમાં તેના પર બાઇકસવાર શખ્સોએ હુમલો કરી તેની પાસે રહેલી રૂ.૫.૫૦ લાખની રોકડ ભરેલી બેગ લૂંટી ગયા હતા. હુમલો અને લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી.
કિંજલ મણિયારે શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે, બાઇકમાં બે શખ્સો આવ્યા હતા અને પાછળ બેઠેલા શખ્સે છરીથી હુમલો કર્યો હતો. જ્યારે ઇજા બ્લેડથી થયાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ તેણે એક શખ્સ હોવાનું કહ્યુ હતું. યુવતીએ તેને બ્લેકમેઇલ કરનારને પૈસા આપ્યાનું કહ્યા બાદ ફરીથી વાત ફેરવી તોળી હતી. યુવતીના જુઠાણાએ પોલીસને ધંધે લગાડી હતી પરંતુ ઘટનામાં કિંજલની ભુમિકા વરવી હોવાનું દ્રઢપણે માની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
નકલી લૂંટની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ તપાસમાં કિંજલ મણિયારની ગાઢ મિત્રતા પણ બહાર આવી હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, હાર્દિક અગાઉ કિંજલના ઘરની પાછળ રહેતો હતો. દોઢેક વર્ષથી બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઇ હતી. હાર્દિક ગોલ્ડ લોન અને વ્યાજમાં ફસાતા તેના પર છ-સાત લાખનું દેણું થઇ ગયું હતું અને આ અંગે કિંજલને જાણ કરતાં કિંજલે કાકાના પૈસા આવવાના હતા તે રૂ.૫.૫૦ લાખ મિત્રને આપવાનો નિર્ણય કર્યો હતો અને તમામ રકમ મિત્રને આપી દીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY