સંસ્થાઓને વધારે ફંડ મળે તે જરૂરી

0
13

થોડાક સપ્તાહ પહેલા જ નેશનલ ઇન્સ્ટીટ્યુટ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઇઆરએફ) તરફથી વર્ષ ૨૦૧૮ માટે ભારતીય કોલેજ અને યુનિવર્સિટીના રેન્કિંગ જારી કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૮ના રેન્કિંગમાં છેલ્લા વર્ષોની તુલનામાં કેટલાક સુધારા જાવામાં આવ્યા છે. જેમ કે લો અને આર્કિટેકચર જેવી જુદી જુદી સંસ્થાઓ માટે શ્રેણી વધારી દેવામાં આવી છે. પહેલા આ શ્રેણી રાખવામાં આવી ન હતી. રેન્કિંગમાં સામેલ રહેલી સંસ્થાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સંખ્યા હવે વધીને ૪૫૦૦ સુધી પહોંચી ગઇ છે. દરમિયાન ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દરેક પરિસ્થતીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના રેન્કિંગમાં સામેલ થવાની બાબત જરૂરી છે. જે સરકારી સંસ્થાઓ આમાં સામેલ થશે નહીં તેમને મળનાર ફંડમાં કાપ મુકવામાં આવશે. માનવામાં આવે છે કે તમામ સરકારી સંસ્થાઓ આ રેન્કિંગમાં સ્વય સામેલ થશે. વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭ બાદ ત્રીજી વખત રેન્કિંગ જારી કરવામાં આવી છે. તેમા દેશની આઠ જુદી જુદી સંસ્થાઓસામેલ ચે. જુદા જુદા પ્રકારની શિક્ષણ સંસ્થાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જાવા મળી રહી છે. જેમના રેન્કિંગ ખાસ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે તેમાં યુનિવર્સિટી, એન્જનિયરિગ, મેડિકલ, ફાર્મસી, મેનેજમેન્ટ, આર્કિટેકચર, લો અને અન્ય કોલેજ સામેલ છે. એક નવમી શ્રેણી પણ છે. જેમાં તમામ સંસ્થાઓના રેન્કિંગએક સાથે કરવામાં આવ્યા છે. હાલમાં જારી કરવામાં આવેલી રેન્કિંગમાં વર્ષ ૨૦૧૮માં છ ભારતીય આઇઆઇટી સંસ્થાન સમગ્ર શ્રેણીમાં ટોપના ૧૦ સ્થાન પર છે. મદ્રાસ બીજા, મુંબઇ ત્રીજા, દિલ્હી ચોથા, ખડગપુર પાંચમાં, કાનપુર સાતમા, અને રરકી આઠમા સ્થાને છે. ઇન્ડયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ પહેલા તો જવાહર લાલ નહેરુ યુનિવર્સિટી રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને રહી છે. વારાણસી હિન્દુ યુનિવર્સિટી નવમા સ્થાને છે. જ્યારે અણ્ણા યુનિવર્સિટી દસમાં સ્થાને છે. ગોવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના અધિકારી નક્કર પણે માને છે કે ભારતમાં મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓ મધ્યમ સ્તરની રહેલી છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ આ શિક્ષણ સંસ્થાઓમાં જ અભ્યાસ કરી રહ્યા છે. ૬૫ ટકાથી વધારે વિદ્યાર્થીઓ આ જ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે મજબુર છે. ૬૭ ટકાથી વધારે વિદ્યાર્થીઓ ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે. જા મોટા ભાગે ખુબ મોંઘી શિક્ષણ સંસ્થાઓ હોય છે. બાકીના તમામ વિદ્યાર્થીઓ તો સરકારી સંસ્થાઓમાં જ અભ્યાસ કરે છે. જ્યાં કુલ સંશાધનો અને બૌદ્ધિક ક્ષમતાનો અભાવ રહે છે. દેશમાં શેક્ષણિક સંસ્થાઓના દેખાવની વાત કરવામાં આવે તો ગણતરીની શિક્ષણ સંસ્થાઓ જ નાણાંકીય આધાર પર રાષ્ટ્રીય રેન્કિંગમાં સામેલ થવા માટે યોગ્યતા ધરાવે છે. જેમાં મોટા ભાગની શેક્ષણિક સંસ્થાઓ કેન્દ્રના ફંડ મેળવનાર હોય છે. કેટલીક ખાનગી સંસ્થાઓ પણ સામેલ હોય છે. આવી સ્થતીમાં સરકારને ધ્યાન આપવુ જાઇએ કે એનઆઇઆરએફમાં સામેલ ન થનારી સંસ્થાને ફંડમાં કાપ મુકવાની ચેતવણી આપવાના બદલે તેમની નાણાંકીય સ્થતી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. સરકારી સંસ્થાઓ માચે બજેટ ફાળવણી પર વધારે ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવે તે જરૂરી છે. જાણકાર નિષ્ણાંતોનુ કહેવુ છે કે રેન્કિંગમાં સામેલ કરવામાં આવેલી શિક્ષણ સંસ્થાઓને આપવામાં આવેલા પોઇન્ટની સાર્થકતા એ વખતે જ છે જ્યારે ટોપ પર રહેલી બારતીય સંસ્થાઓના પોઇન્ટની તુલના આંતરરાષ્ટ્રીય રેન્કિંગના આધાર પર કરવામાં આવે. વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭ની જેમ જ આ વખતે પણ જારી કરવામાં આવેલા રેન્કિંગના મામલે તીખી પ્રતિક્રિયા સપાટી પર આવી છે. એક સમીક્ષક પોતાના બ્લોગમાં લખે છે કે માત્ર ૧૫ યુનિવર્સિટી અથવા તો આ શિક્ષણ સંસ્થાઓ એવી છે જેમને નવ શ્રેણીમાં ૧૦૦માંથી ૭૫ અથવા તો વધારે પોઇન્ટ મળ્યા છે. ટોપની ૧૦૦ સંસ્થાઓને ૧૦૦માંથી ૬૦ પોઇન્ટ જ મળ્યા છે. આ આંકડાને લઇને પણ ચર્ચા છે. ટુંકમાં કહી શકાય છે કે ભારતમાં રહેલી શૈક્ષણિક સંસ્થાઓને વધારે પ્રમાણમાં જરૂરી ફંડ મળે તે જરૂરી છે. સારા ફંડ મળશે તો જ તેમની સ્થતી નાણાંકીય રીતે મજબુત બનતા જરૂરી સંશાધનો ઉભા કરી શકાશે…

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY