રાજકીય પક્ષોના ચિન્હોવાળી ટોપી પહેરી શકાશે નહી
નવસારી તા.૨૯
આગામી લોકસભાની સામાન્ય ચુંટણી તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ યોજાનાર છે. નવસારી જિલ્લામાં મુકત અને ન્યાયી વાતાવરણમાં ચુંટણી યોજવા અંગે આદર્શ આચારસંહિતા અમલીકરણ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.એમ.ડી.મોડિયાએ મળેલી સત્તાની રૂએ સમગ્ર નવસારી જિલ્લાના વિસ્તારના તમામ મતદાન મથકોમાં કોઇપણ વ્યકિત રાજકીય પક્ષનું નામ, પ્રતિક કે સુત્ર સાથેની ટોપી, સાલ કે પહેરવેશ સહિત પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેના ઉપર કોઇપણ પ્રતિક કે સુત્ર ન હોય તેવી સાદી ટોપી પહેરીને મતદાન મથકમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધમાંથી મુકિત આપવામાં આવે છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૦ ની પેટા કલમ (૨), (૩) મુજબ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ સજાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


