મતદાનના ૪૮ કલાક પૂર્વે ચૂંટણી પ્રચાર બંધ કરી દેવા ફરજિયાત

0
6

વલસાડ, તા.૨૯
આગામી લોકસભાની સામાન્ય ચુંટણી તા.૨૩ મી એપ્રિલ-૨૦૧૯ ના રોજ યોજાનાર છે. ચુંટણી યોજવા અંગે આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે આપવામાં આવેલ સૂચના મુજબ જિલ્લામાં કોઇપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.એમ.ડી.મોડિયાએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ રાજકીય નેતાઅો, ઉમેદવારો, કાર્યકરો તથા જિલ્લાના રહીશ ન હોય તેવા લોકોએ પણ મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કર્યે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ હેઠળ કસુરવાર સામે પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY