પશુ સારવાર કેમ્પમાં ૧૦૫ પશુઅોને સારવાર સાથે ૩૨૦ પશુઓને રસીકરણ કરાયું
નવસારી, તા.૧૮
નવસારી જિલ્લાના ખડસુપા ખાતેની કોળી સમાજ ભવનમાં જિલ્લાનો ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯ ને રાજયના મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ દિપ પ્રગટાવી ખૂલ્લો મૂકયો હતો. તેમની સાથે કલેકટર ડા÷.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.જી.ગોહિલ, ખેતી-સિંચાઇ સમિતિના અધ્યક્ષ શ્રી નગીનભાઇ ગાંવિત, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન પટેલ, જિલ્લાના અગ્રણી શ્રી અશોક ગજેરા, પ્રાંત અધિકારી શ્રી રાજપૂત, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગજેરા, નાયબ પશુપાલન નિયામક ડા÷.પ્રજાપતિ કૃષિ મહોત્સવમાં જાડાયા હતાં.
રાજય શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ કૃષિ મહોત્સવમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું શાલ અર્પણ કરી સન્માન કર્યુ હતું. તેમજ સરપોર ખાતે યોજાયેલા પશુપાલન સારવાર-આરોગ્યમેળાની મુલાકાત લઇ ગાયમાતાનું પૂજન કરી પશુ સારવાર અંગેની માહિતી મેળવી હતી.
ખડસુપા ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવમાં સંબોધન કરતાં રાજય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સને- ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ણયને રાજય સરકાર ઘ્વારા પ્રયાસો હાથ ધર્યા છે. કૃષિ મહોત્સવની સફળતાથી સારા પરિણામો જાવા મળ્યાં છે. આજે ખેડૂતો પોતાની ચીલાચાલુ ખેતીથી કંઇક અલગ પધ્ધતિથી વિશ્વના ખેડૂતો સાથે હરિફાઇ કરી રહયાં છે. રાજય સરકાર ખેડૂતોના હિતો માટે કાર્ય કરી રહી છે. કૃષિયાત્રા રથ ઘ્વારા ખેડૂતોને ગામેગામ કૃષિ વૈજ્ઞાનિકો માર્ગદર્શન આપી રહયાં છે. રાજયના ખેડૂતોને ખેતી માટે પાયાના ઇનપુટસ બિયારણ, ખાતર, દવાઓ વગેરે સમયસર મળી રહી એ માટે સુયોગ્ય માળખું કાર્યરત કરાયું છે. ખેડૂતોને રાજયની કૃષિ વિકાસ યોજનાની તમામ પ્રકારની સહાય મેળવવાની પ્રક્રિયાને પારદર્શક બનાવવા આઇ-ખેડૂત પોર્ટલ વેબસાઇટ શરૂ કરી છે. જેનો લાભ રાજયના ખેડૂતોને મળી રહયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



