કૃષિ મહોત્સવમાં પ્રદર્શનનું આકર્ષણ

0
28

વ્યારા, તા.૧૮

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રમાં રાજયના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કૃષિ મહોત્સવના કાર્યક્રમ દરમિયાન આયોજીત પ્રદર્શનીએ ખેડૂતોમાં આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મંત્રી ઇશ્વરસિંહ પટેલે પ્રદર્શન ખુલ્લું મુકી દરેક પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઇ માહિતી મેળવી હતી. આ પ્રદર્શનમાં ખેડૂતોને ઉપયોગી એવા ખેત ઓજારો, બિયારણ, વર્મીકંપોસ્ટ ખાતર, દવાઓ, સેન્દ્રિય ખેત ઉત્પાદનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં સરકારના વિવિધ વિભાગો તથા કૃષિ ઓજારો, બિયારણ, દવા અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શનની મુલાકાત દરમિયાન ખેડૂતોને વિગતે માર્ગદર્શન સ્ટોલધારકો દ્વારા આપવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY