વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા સફળ રીતે પૂર્ણ થઇ ગઇ છે. મોદી અને ચીની પ્રમુખ શી ઝિનપિંગ ૨૪ કલાકમાં છ વખત મળ્યા હતા. નવ કલાક એક સાથે રહ્યા હતા. બોટ રાઇડિંગની મજા માણી હતી. સાથે લંચની મજા માણી હતી અને સાથે મળીને ચાની ચુસ્કી પણ લીધી હતી. આ અનૌપચારિક બેઠકમાં કોઇ ખાસ એજન્ડા તો ન હતા પરંતુ તમામ વિષય પર વિસ્તારપૂર્વક વાતચીત કરવામાં આવી હતી. બન્ને નેતાઓમાં સરહદ પર શાંતિ ત્રાસવાદને રોકવા, સૈન્ય સહકાર અને ગંગાગ સફાઇ સહિતના મુદ્દા પર વાતચીત થઇ હતી. ખાસ બાબત એ રહી હતી કે ભારત અને ચીન અફઘાનિસ્તાનમાં સાથે મળીને કામ કરવા માટે તૈયાર થયા હતા. ભારત અને ચીન વચ્ચે અફઘાનિસ્તાનમાં સાથે મળીને આર્થિક યોજના શરૂ કરવાના મામલે સહમતી થવી એક મોટી બાબત છે. આના કારણે ચીનના નજીકના મિત્ર પાકિસ્તાનને ચોક્કસપણે ફટકો પડી શકે છે. સાથે સાથે ભારતને પણ સાવધાન રહેવાની જરૂર રહેશે. એશિયામાં અફઘાનિસ્તાન જ એક દેશ છે જ્યાં ચીન સામાજિક, સૈન્ય અને આર્થિક ક્ષેત્રમાં કોઇ રીતે ઘુસણખોરી કરી રહ્યુ નથી. અહીંની સરકાર હજુ સુધી ભારતને જ સૌથી વિશ્વસનીય દેશ તરીકે ગણે છે. અફઘાનિસ્તાનમાં રહેતા લોકો પણ ભારત પર વધારે વિશ્વાસ રાખે છે. આવી સ્થિતીમાં ચીન કોઇ લાભ ન લે તે તરફ ધ્યાન રાખવાની જરૂર છે. તાલિાનથી મુક્તિ મેળવી લીધા બાદ ભારતીય સહકારથી જ અફઘાનિસ્તાનમાં શાંતિ માટે પ્રયાસ થઇ રહ્યા છે. અફઘાનિસ્તાનમાં ભારતની મદદથી પુનનિર્માણના કામ ચાલી રહ્યા છે. યુદ્ધગ્રસ્ત દેશમાં હાલત કફોડી બનેલી છે. અહીં પુનનિર્માણની કામગીરીમાં ભારત પુરતી મદદ કરી રહ્યુ છે. પાકિસ્તાન ઇચ્છતુ નથી કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને ફાયદો મળે. બીજી બાજુ ચીન ભારતના અન્ય પડોશી દેશો બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકામાં પોતાની સ્થિતીને મજબુત કરવા માટે તૈયાર છે. પાકિસ્તાન તો ચીનના ઇશારે જ કામ કરે છે. જાણકાર લોકો માને છે કે ચીન અફઘાનિસ્તાનમાં પહોંચી જવામાં સફળ રહેશે તો પરિણામ ભારત માટે નકારાત્મક રહી શકે છે. એક મહત્વપૂર્ણ ચિંતા જે રાજકીય નિષ્ણાંતોને સતાવી રહી છે તે ડોકલામ અને વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને લઇને છે. આ બન્ને વિષય પર કોઇ પણ પ્રકારની વાતચીત થઇ નથી. સેટેલાઇટ ફોટો દર્શાવે છે કે ચીન તરફથી આ ક્ષેત્રમાં મોટા પાયે સૈન્ય અડ્ડા બનાવવામાં આવ્યા છે. હવાઇ પટ્ટીનુ નિર્માણ પણ કરવામાં આવ્યુ છે. ચીન જા અહીં શાંતિ ઇચ્છે છે તો આટલી તૈયારી કેમ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન કજા હેઠળના કાશ્મીર મારફતે એક પ્રોજેક્ટ આગળ વધે છે. બન્ને દેશો વચ્ચે મિત્રતા ચોક્કસપણે વધી રહી છે પરંતુ સાવચેતી પણ જરૂરી છે. વિતેલા વર્ષોના અનુભવને હમેંશા ભારતે યાદ રાખવા જાઇએ. ચીન પર કોઇ પણ કિમતે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય નહી. બન્ને દેશોની આર્થિક પ્રગતિ થશે અને વિશ્વાસ નિર્માણના પગલા સ્પષ્ટપણે દેખાશે તો જ આવી યાત્રાની સફળતા ગણાશે. હાલમાં પરિણામ પર વાત કરવી યોગ્ય નથી.
અફઘાનિસ્તાનમાં ભારત અને ચીન સાથે મળીને કામ કરવા તૈયાર થતા પાકને ફટકો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



