નેત્રંગ :
ગઈ કાલ રાત્રી દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશનના નવનિયુકત જેઓને ફરજ પર આવ્યા ને ૧૨ કલાક પણ થયા ન હતા તેવા પી.એસ.આઇ એચ.એન.બારીયા અને પોલીસ કમઁચારીઓને નેત્રંગ તાલુકાના ભાંગોરી ગામની સીમમાં રાત્રીના અંધકારના સમય દરમિયાન ખુબ જ મોટા જથ્થો આઇસર-ટેમ્પામાંથી વિદેશી દારૂ ઠલવાય રહ્યાની બાતમી મળી હતી, જેથી નેત્રંગ પોલીસે સતકઁતા દાખવી પોલીસ-બંદોબસ્ત સાથે રેડ પાડી હતી, જેથી અંધકારનો લાભ ઉઠાવી અશોક કેસરીમલ માલી. રહે કંબોડિયા અને દયારામ રતીલાલ વસાવા. રહે ટીમરોલીયા સહિત એક અજાણ્યો ઇસમ પોલીસને અંધકારનો લાભ ઉઠાવી ફરાર થઇ ગયા હતા. જ્યારે નેત્રંગ પોલીસે આઇસર-ટેમ્પાની તપાસણી હાથ ધરતાં તેમાં ખુબ જ મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૦૬૦ અને બીયરની બોટલ નંગ ૭૨ મળી આવી હતી.
જ્યારે બીજી બાજુએ નેત્રંગ પોલીસે કાયદેસરની કાયઁવાહી હાથ ધરતાં ૩,૦૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ સહિત ૮,૦૦,૦૦૦ નો આઇસર-ટેમપો કબ્જે કયૉ હતો, જ્યારે ફરાર ખેપિયાઓને પકડવાના ચક્રોગતિમાન કયૉ હતા.
આ સંદર્ભે નેત્રંગ તાલુકામાં બુટલેગરોમાં ભય વ્યાપી ગયો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"