સાયણની સૂર્યમ રેસિડન્સીમાં જુગાર રમતા સાત ઝડપાયા, એક લાખનો મુદ્દામાલ કબજે

0
156

ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાંથી પોલીસે બાતમીના પગલે સાત જુગારીને જુગાર ધામેથી રૂ.૧,૨૯,૫૩૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે જુગારધામ ઉપર છાપો મારતાં જુગારધામ ચલાવતો આરોપી પોલીસને ચકમો આપી ભાગી છૂટતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે. જોકે, ઘણા સમય પછી ઓલપાડ પોલીસે જુગાર ધામ ઉપર ત્રાટકવાનું શરૂ કરતાં તાલુકાના જુગારીઓમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. ઓલપાડ પોલીસને રવિવારે મોડી સાંજે ખાનગી રાહે બાતમી મળી હતી કે, સાયણ સુગર નહેર કોલોની પાસે આવેલી સૂર્યમ રેસિડન્સીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા કિશોર ગોરધન જાગાણીના રૂમ નં.૨માં કેટલાક જુગારીઓ ગંજી પાનાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના પગલે સાયણ પોલીસ ટીમે ઘટના સ્થળે છાપો મારતા જુગાર ધામેથી મૂળ ઓરિસ્સા રાજ્યના ચાર વતનીઓ પૈકી ટુટુ કવિરાજ ગોંડ, સંગ્રામ પૂનાચંદ્ર જૈન તથા ટુલ્લુ નરસુ પહાન, મિટુ મીંગરાજ માંજી મિલનનગર સોસાયટી, રાંદલ માતાના મંદિર પાછળ, તથા સાયણ ટાઉનમાં રહેતા હિતેશ બિપીન પટેલ, આદર્શનગર સોસાયટી-૧માં રહેતાં દિવ્યેશ બલ્લુ પટેલ, રાહુલ દિલીપ સોનવણે ગંજીપાનાનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસની રેડ પડતા જુગાર ધામ ચલાવતો અને હાલ સાયણ સુગર નહેર કોલોનીમાં રહેતો બળવંત ઉર્ફે માંજરો સુરેશ ઠાકોર પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ થતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે પોલીસે જુગાર ધામેથી ગંજીપાના,દાવ ઉપર લગાવેલા તથા અંગજડતીના રૂ.૧૦,૨૩૦, મોબાઈલ નંગ-૭ કિંમત રૂ.૯,૩૦૦, ત્રણ મોટર સાઈકલ તથા એક ઓટો રિક્ષા કિંમત રૂ.૧,૧૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૨૯,૫૩૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ-૪ અને ૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ સાયણ પોલીસ કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY