અગસ્તા વેસ્ટલેન્ડ કેસઃ ઇડીએ કોર્ટમાં કર્યો દાવો, મિશેલે લીધુ ‘શ્રીમતી ગાંધી’નું નામ

0
7

ઇડીએ જણાવ્યું આ ડીલમાં કોડવર્ડમાં વાત થઈ હતી
ન્યુ દિલ્હી,તા.૨૯
અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલીકોપ્ટર સોદામાં કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે, ઇડીએ કોર્ટમાં કહ્યું છે કે ક્રિશ્ચિયન મિશેલની પુછપરછમાં મિસેજ ગાંધીનું નામ લીધું છે. કોર્ટમાં ઇડીએ જણાવ્યું કે, આ ડીલમાં કોડવર્ડમાં વાત થઇ હતી.
ઇડીએ જણાવ્યું કે મિશેલની પુછપરછમાં ઇટાલિયન લેડીનું નામ લીધું છે. ઇડીએ જણાવ્યું કે મિશેલ વારંવાર ઈટાલિયન મહિલાના પુત્રની વાત કરે છે. મિશેલના રિમાન્ડ ૨૮ ડિસેમ્બરે પુરા થઇ ગયા હતા. ઇડીએ કોર્ટને મિશેલના રિમાન્ડ ૮ દિવસ વધારવાની માંગ કરી છે. કોર્ટે ઇડીને મિશેલના ૭ દિવસના રિમાન્ડ મજૂંર કરી દીધા છે.
અગાઉ કોર્ટમાં ઇડીએ જણાવ્યું કે, મિશેલે જણાવ્યું છે કે કઇ રીતે આ કોન્ટ્રેક્ટથી એચએએલને હટાવવામાં આવ્યા અને તેની ઓફર ટાટાને આપવામાં આવી હતી. તેની સાથે ઇડીએ મિશેલના વકીલને તેના સુધી ન પહોંચે તેવા પ્રતિબંધની માંગ કરી છે. ઇડીનું કહેવું છે કે વકીલ મારફતે મિશેલ પર બહારથી દબાણ વધારવામાં આવી રહ્યું છે.
તેના પર મિશેલના વકીલે જણાવ્યું કે, અમે તેવો વિવાદ નથી કરતા કે તેને (ક્રિશ્ચિયન મિશેલે) અમને પુરાવા સોંપ્યા હતા,પરંતુ આ ઇડીનો દોષ છે કે તેમને આવું થવા દીધું. તમને જણાવી દઇએ કે, આ મામલામાં એક ડાયરી મળી આવી છે, જેમાં કોડવર્ડ લખેલા હતા. આ ડાયરીના કોડવર્ડથી સાબિત થાય છે રૂપિયા કોને કોને આપવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY