ઇન્સ્પેક્ટર સુબોધ કુમારે પોતાને જાતે ગોળી મારી હતીઃ ભાજપ ધારાસભ્ય દેવેન્દ્રસિંહ લોધી

0
7

લખનઉ,તા.૨૯
બુલંદશહેર હિંસામાં માર્યા ગયેલા ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહને લઇને ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ લોધીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ત્યાંના ખેડૂતો જે જણાવે છે કે તે હોપલેસ થઈ ગયા હતા, ઉતાવળમાં બચાવમાં ગોળી મારવા ઇચ્છતા હતા, જે તેમને પોતાને જ વાગી ગઇ. ધારાસભ્યનું નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે પોલીસે સુબોધકુમારને ગોળી મારવાના આરોપમાં પ્રશાંત નટ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
દેવેન્દ્ર સિંહે કહ્યું, ‘તે નિરાશ થઈ ગયો છે અને પોતાને બચાવવાના પ્રયાસમાં પોતાને ગોળી મારી દીધી. તેને નિશાન નહોતા બનાવાયા. આ એક ભીડ હતી જે આક્રમક બની હતી કારણ કે પોલીસ એફઆઈઆર દાખલ કરવા માટે તૈયાર ન હતી.
પોલીસે શુક્રવારે આરોપી પ્રશાંત નટને સીજેએમ કોર્ટ રજૂ કર્યો હતો. કોર્ટે તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. પ્રશાંતની ગુરુવારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) પ્રભાકર ચૌધરીના મતે, નટથી પૂછપરછમાં તે જાણવા મળ્યું છે સ્યાના ઇન્સપેક્ટર સિંહ પર સૌથી પહેલા એક અન્ય આરોપી કલુઆએ કુલ્હાડીથી પ્રહાર કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY