પોલીસે ભાજપ નેતાને ગોરખપુરથી ઝડપી પાડ્યો
ન્યુ દિલ્હી,તા.૨
નવા વર્ષને આવકારવા માટે યોજાયેલી થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં વધારે પડતા ઉત્સાહમાં આવી જઈને ભાજપના નેતાએ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યુ હતુ.જેનાથી એક મહિલાને માથામાં ઈજા થઈ હતી.
પોલીસે ભાજપના નેતાને ગોરખપુરથી પકડી પાડ્યો છે.દક્ષણ દિલ્હીના ફાર્મમાં યોજાયેલી પાર્ટીમાં બિહારના પૂર્વ ધારાસભ્ય રાજુ પ્રતાપ સિંહે ફાયરિંગ કરતા એક મહિલાને માથામાં ગોળી વાગી હતી.
એ પછી આ મહિલાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે ત્યારે પોલીસે નેતાને ગોરખપુર પાસેથી પકડી પાડયો છે.પહેલા જેડીયુમાં સામેલ રાજુ પ્રતાપ સિંહ હવે ભાજપનો નેતા છે.તે મુજ્જફરપુરના આનંદપુર ગામનો રહેવાસી છે.તેણે પીએચડીની ડિગ્રી પણ મળેવી છે.
ઘાયલ મહિલાના પતિ વિકાસ ગુપ્તાએ આ મામલામાં પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આ નેતા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


