લૉન મેળામાં ૮૧૭૮૧ કરોડના ધિરાણની વહેંચણી કરાઇ : નાણાં મંત્રાલય

0
31

ન્યુ દિલ્હી,તા.૧૪
નાણાં મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેક્નોએ ૧લી ઓક્ટોબરથી ૯ ઓક્ટોબર દરમિયાન યોજાયેલા લોન મેળામાં રૂપિયા ૮૧,૭૮૧ કરોડના ધિરાણની વહેચણી કરી હતી. નાણાં બાબતના સચિવ રાજીવકુમારના મતે આ ધિરાણ પૈકી રૂપિયા ૩૪,૩૪૨ કરોડ નવા લોનના સ્વરૂપમાં હતા. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે બેક્નો પાસે પૂરતા પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ છે. એ બાબતને સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોની મોટી કંપનીઓ પાસેથી લેણાની બાકી નિકળતી ચુકવણી પણ થઈ જાય.
નાણાં પ્રધાને જણાવ્યું હતું કે નાના ઉદ્યોગોને રોકડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે બેક્નો પાસે એમએસએમઇ માટે બિલ ડિસ્કાઉન્ટીગ સુવિધા ઉપલબ્ધ કરાવવા કહેવામાં આવ્યું છે. મોટી કંપનીઓના રિટર્ન ફાઈલિંગ પ્રમાણે તેમના પર એમએસએમઇ સેક્ટરના રૂપિયા ૪૦ હજાર કરોડ બાકી છે. દિવાળી અગાઉ એમએસએમઇની ચુકવણી થઈ જાય તે માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે પીએમસી બેક્ન કૌભાંડ મામલે પીડિતો માટે રાહતનું એલાન કર્યુ છે. તેમણે કહ્યુ કે બેક્નના પીડિતોને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા દેવામાં આવશે નહીં. તેમણે બેક્નના ખાતાધારકોને વિશ્વાસ અપાવ્યો કે કૌભાંડમાં ઈડ્ઢ વધુ સંપત્તિ અટેચ કરશે. સાથે જ તેમણે એ પણ કહ્યુ કે તમામ બેક્ન ખાતા ધારકોને વીમાની રકમ જલ્દી જ અપાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY