ભંગારના બાકી પૈસા બાબતે ચપ્પુ મારી દેવાયું
સુરત
અમરોલી-કોસાડ અંજની ઈન્ડસ્ટ્રીઝ પાસે ભંગાર વીણવાનું કામ કરતા એક દંપતિ પાસે ભંગારના બાકી નાણાં લેવા બાબતે વાત કરી ઉશ્કેરાઈ જઈ ચપ્પુ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહîચાડી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ અમરોલી પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાપોદ્રા લક્ષ્મણનગર ખાતે આવેલા દયાલનગર ખાતે રમેશભાઈ ગોસ્વામી અને તેમના પત્ની રહે છે. ગતરોજ રાત્રિના આઠ વાગ્યાના સુમારે અંજની ઈન્ડસ્ટ્રીઝ પાસેથી પસાર થતા હતા. ત્યારે ભંગારના બાકી નાણાંની ઉઘરાણી કરી ચાકુ વડે હુમલો રમેશ તથા તેમના પત્નીને ઈજાઓ પહોચાડી આરોપી ઉસ્માન, સાદીક તથા આદી ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


