ચાર દિવસીય ટેસ્ટ મેચની તરફેણમાં નથી, ટેસ્ટ સાથે ચેડાં ના કરો : તેંદુલકર

0
24

ન્યુ દિલ્હી,તા.૭
ભારતના પૂર્વ ક્રિકેટ અને લેજેન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રસ્તાવિત ચાર દિવસીય ટેસ્ટ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. સચિને આઈસીસીના આ પ્રસ્તાવ અંગે કહ્યું કે, ‘હું ચાર દિવસીય ટેસ્ટ મેચની તરફેણમાં નથી અને ટેસ્ટ સાથે કોઈ ચેડાં ના થવા જોઈએ.’
આઈસીસીઆઈ ૧૪૩ વર્ષ જૂની પાંચ દિવસની ટેસ્ટ ફોર્મેટને બદલીને ચાર દિવસની કરવાની દરખાસ્ત કરી છે. ચાલુ વર્ષે આ ફોર્મેટમાં ટેસ્ટ મેચો રમાડવા માટે વિચારણા પણ ચાલી રહી છે. આઈસીસી ટેસ્ટના દિવસો ઘટાડીને ટી૨૦ ક્રિકેટ માટે વધુ દિવસો ફાળવવા માંગે છે. અગાઉ ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ પણ આઈસીસીના આ વિચારનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર અને નાથન લાયન સહિતના ક્રિકેટના દિગજ્જોએ ટેસ્ટ મેચ ચાર દિવસીય નહીં કરવા મત વ્યક્ત કર્યો હતો.
‘હું પરંપરાગત ટેસ્ટ મેચનો ચાહક છું અને મારા મતે ટેસ્ટ સાથે કોઈ ચેડાં ના થવા જોઈએ. વર્ષોથી જે રીતે ટેસ્ટ મેચો રમાઈ રહી છે તે મુજબ જ તેને રમાડવી જોઈએ.’ સચિનના મતે ટેસ્ટ મેચમાં એક દિવસ ઓછો કરવાથી બેટ્સમેનો આ ફોર્મેટને મર્યાદિત ઓવરની નવી આવૃતિ સમજશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY