ન્યુ દિલ્હી,તા.૧૧
ટી-૨૦ વર્લ્ડ કપમાં પસંદગીના સવાલનો જવાબ આપતા ભારતીય ઓપનર શિખર ધવને પુણે ખાતેની ટી-૨૦ પછી કહ્યું કે, *આ મારો માથાનો દુખાવો નથી. ત્રણેય ઓપનર્સનો દેખાવ સારો છે. રોહિત શર્મા અને લોકેશ રાહુલ પણ ફોર્મમાં છે. આ સીરિઝમાં સારું પ્રદર્શન કરીને મેં પણ મારી દાવેદારી રજૂ કરી છે.* ભારતે શ્રીલંકાને પુણે ખાતેની ટી-૨૦માં ૭૮ રને હરાવી સીરિઝ ૨-૦થી પોતાના નામે કરી હતી. ધવને ઇન્દોર ખાતે ૩૨ અને પુણે ખાતે ૫૨ રન કર્યા હતા. ધવને કહ્યું કે, સિલેક્શન મારા હાથમાં નથી. મારા હાથમાં સારું પ્રદર્શન કરવાનું છે. હું સારું રમી પણ રહ્યો છું. બાકી બધું કોચ અને કપ્તાન પર નિર્ભર કરે છે.
ઇજા પછી વાપસીના પ્રશ્નનો જવાબ આપતા ધવને કહ્યું કે, આ અઘરું નહોતું, કારણકે મને ખબર છે કે હું ઇજાના કારણે એક મહિના ક્રિકેટથી દૂર રહ્યો હતો. મેં ઓફ ધ ફિલ્ડ મારો ટાઇમ એન્જોય કર્યો હતો. તેમજ ટ્રેનિંગ પર ધ્યાન આપ્યું હતું. નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ આપ્યા પછી મેં રણજી ટ્રોફીથી વાપસી કરી અને ત્યાં પણ સારું રમ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


