છ દાયકા જૂનાં કાલુપુર શાક માર્કેટને ૨૦ કરોડનાં ખર્ચે આધુનિક બનાવાશે

0
15

અમદાવાદ,તા.૧૦
સામાન્ય રીતે ઘર, ઓફિસ, બસ, ટ્રેન કે કોઇ પણ સ્થળે જ્યારે પણ શોરબકોરવાળો માહોલ કોઇક કારણસર થાય ત્યારે તે વખતે જાણે કે અહીંયાં શાકમાર્કેટ ભરાયું હોય તેવો ઉલ્લેખ જાણે-અજાણ્યે લોકોમાં થઇ જતો હોય છે, કેમ કે કોઇ પણ શહેરના શાકમાર્કેટમાં ઘોંઘાટ તો સ્વાભાવિક બાબત બની છે. શાકમાર્કેટની ઓળખ જ ઘોંઘાટ, ગંદકી, રખડતાં ઢોર થઇ છે.
જા કે સ્માર્ટ સિટી અમદાવાદમાં આગામી દિવસોમાં શાકમાર્કેટનું ચિત્ર પૂર્ણપણે બદલાઇને સ્વચ્છ, સુવિધાપૂર્ણ અને શાંતિનું વાતાવરણ ધરાવતું હાઇજેનિક એવું આધુનિક શાકમાર્કેટ થવાનું છે. આની શરૂઆત દાયકાઓ જૂના કાલુપુર શાકમાર્કેટથી થવાની હોઇ ખાસ કરીને ગૃહિણીઓને નાક દબાવીને કાલોપુર શાકમાર્કેટમાં ખરીદવા ચાલવું નહીં પડે.
રાજ્ય સરકાર દ્વારા આજથી લગભગ છ દાયકા પહેલાં એટલે કે વર્ષ ૧૯૬૦માં કોટ વિસ્તારના નાગરિકો માટે કાલુપુર શાકમાર્કેટ બનાવાયું હતું. હાલની કાલુપુર શાકમાર્કેટની જગ્યા આશરે ૮૧૦૦ ચોરસ મીટર હોઇ સત્તાવાળાઓએ પાસેની તરુણ મિલ કમ્પાઉન્ડમાં આવેલી મ્યુનિસિપલ માલિકીની એલ આકારની આશરે ર૦૦૦ ચોરસ મીટરની જગ્યા મળીને કુલ ૧૦,૧૦૦ ચોરસ મીટર જગ્યામાં એલ આકારનું બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફલોક વત્તા પ્રથમ માળનું ભવ્ય બિલ્ડિંગ બનાવાશે. અત્યારે રોડ પર અવ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરાય છે, પરંતુ આ બિલ્ડિંગના બેઝમેન્ટમાં રપ૦ ટુ વ્હિલર અને ૩૦ ફોર વહીલરની પાકિંગની વ્યવસ્થા ઊભી કરાશે.
દરમ્યાન આધુનિક કાલુપુર શાકમાર્કેટ અંગે મધ્ય ઝોનના એડિશનલ સિટી ઇજનેર અમિત પટેલને પૂછતાં તેઓ કહે છે કે તંત્ર દ્વારા કાલુપુર શાકમાર્કેટનાં આધુનિક રંગરૂપ પાછળ આશરે રૂ.ર૦થી રર કરોડ ખર્ચાશે. આ શાકમાર્કેટને દોઢ વર્ષમાં તૈયાર કરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY