જીતની સાથે વર્ષની શરૂઆત કરીને ખુશ છીએ, સાચા ટ્રેક પર આગળ વધશું : કોહલી

0
27

ન્યુ દિલ્હી,તા.૧૧
ભારતે શ્રીલંકાને પુણેમાં ૭૮ રને હરાવી સીરિઝ ૨-૦થી પોતાના નામે કરી હતી. મેચ પછી કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, *જીતની સાથે વર્ષની શરૂઆત કરીને ખુશ છીએ, સાચા ટ્રેક પર આગળ વધી રહ્યા છીએ. ટીમે સીરિઝની અંતિમ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. ૨૦૦ રનનો ટાર્ગેટ સેટ કરીને ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.*
મનીષ પાંડેએ ૧૮ બોલમાં ૩૧ અને શાર્દુલ ઠાકુરે ૮ બોલમાં ૨૨ રનની ઇનિંગ્સ રમી હતી. આ વિશે કોહલીએ કહ્યું કે, * મેચમાં એક સમયે ટીમ સંઘર્ષ કરી રહી હતી, ત્યારે મનીષ અને શાર્દુલે ફિનિશિંગ ટચ આપ્યો હતો. અમારી પાસે એવા ખેલાડીઓ છે જે સીનિયર્સ નિષ્ફ્ળ જાય ત્યારે ખાસ જવાબદારી સાથે બેટિંગ કરે છે.*
કેપ્ટન કોહલીએ કહ્યું કે, ત્રણેય ઓપનર (ધવન, રાહુલ અને રોહિત) શાનદાર ફોર્મમાં છે. તેનાથી અમારી પાસે સારા વિકલ્પ રહે છે. પરંતુ મારુ માનવું છે કે ખેલાડીઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાથી લોકોને રોકવા જોઈએ. આ એક ટીમ ગેમ છે. હું ખેલાડીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કોમેન્ટનું સમર્થન કરતો નથી.
શ્રીલંકાના કેપ્ટન લસિથ મલિંગાએ કહ્યું કે, ધનંજય ડી સિલ્વા અને એન્જલો મેથ્યુઝ સિવાય બધા જલ્દી આઉટ થઇ ગયા હતા. તેનું અમને નુકસાન થયું હતું. વિકેટ હાથમાં હોત તો અમે અંતિમ ઓવરોમાં મેચનું પરિણામ બદલી શક્યા હોત. અમારે દબાણમાં વધુ સારી બેટિંગ કરવાની જરૂર હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY