અંકલેશ્વર,તા.૧૭
અંકલેશ્વર રેલવે સ્ટેશન અને આમલાખાડી બ્રિજની વચ્ચે ગત રાત્રે એક માતાએ બે બાળકો સાથે ટ્રેન નીચે પડતુ મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
એક દીકરી અને એક દીકરા સાથે આત્મહત્યા કરનાર મહિલા મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી હતી. અને અંકલેશ્વર નજીક આવેલા કોસમડી ગામના ગોપાલનગર વિસ્તારમાં રહેતી હતી. મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી દીધી છે. તે હજુ સુધી જાણી શકાયુ નથી.
મહિલાએ બે બાળકો સાથે આત્મહત્યા કરતા આસપાસના વિસ્તારના લોકો રેલવે ટ્રેક પર એકત્ર થઇ ગયા હતા. અને તેઓએ તુરંત પોલીસને જાણ કરી દીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




