ગ્લોબલ આર્ટ ફેસ્ટીવલ હેઠળ સ્ટેચ્યુ પરિસરમાં યુનિટી આર્ટ એક્ષચેન્જ કાર્યક્રમ યોજાયો

0
39

રાજપીપળા : નર્મદા ડેમ પાસે આવેલ વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તાજેતરમાં ૨૦ દેશોના ૬૬ કલાકારોએ મુલાકાત લઈ તેમની કલાનું આદાન પ્રદાન કરી એકતા યુનિટીનો મેસેજ આપ્યો હતો.


જાણવા મળ્યા મુજબ કચ્છના સફેદ રણમાં હાલ ચાલી રહેલા રણોત્સવમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર ઈમેજીનેશન ડીઝાઈન્સ યોજીત અને ગુજરાત ટુરીઝમના સહયોગથી યોજાયેલ ગ્લોબલ આર્ટ ફેસ્ટીવલમાં ભાગ લેવા ઇટાલી, જાપાન, યુ.કે.,નોર્વે,ચીલી, કેનેડા, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના ૩૩ જેટલા આર્ટીસ્ટ આવ્યા છે જેઓ તેમના દેશના મોઝેક પેઈન્ટીંગ, કેન્વાસ પેઈન્ટીંગ, સ્કલ્પચર, વુડન બેઝ પેઈન્ટીંગ વગેરેના નિષ્ણાત મનાય છે તે તમામ વિદેશી ૩૩ કલાકારો એ અત્રે સ્થાનિક ગુજરાત તેમજ અન્ય પ્રાંતના કલાકારો સાથે મળી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તેમની કલાનું આદાન પ્રદાન કરી યુનિટી આર્ટ એક્સચેન્જ કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પાડી એકતાનો મેસેજ આપ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડમીનીસ્ટ્રેટર અને આઈ.એ.એસ. અધિકારી આઈ. કે. પટેલે જહેમત ઉઠાવી કલાકારોને પ્રંશસનીય સહયોગ આપ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ આર્ટ એક્સચેંજ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ વિદેશી આર્ટીસ્ટ આર્જેન્ટીનાના બ્રુનોએ જણાવ્યું કે સ્ટેચ્યુ અતિ ભય છે જે જોઇને અમે ભારે રોંચિત થયા જ્યારે ચીલી ની માર્ગારીટા એ જણાવ્યું કે ગુજરાતના લોકો ખૂબ પ્રેમાળ ે અને ્થાનિક કલાકારો સાથે અત્રે િશ્વ ઉંચી રતિમા પાસે ેઈન્ટીંગ કરવાનો અનુભવ યાદગાર રહેશે. પ્રસિદ્ધ ગાયિકી “લેડી ગાગા’ના ટેટુ તૈયાર કરનાર યુ.કે.ની કાકાર લેફલી ંગે જણાવ્યું કે ખૂબ જ સરસ વાતાવરણમાં સ્ટેચ્યુ નિહાળી ખૂબ આનંદ થયો. આઈ એમ લકી ટુ વિઝીટ ગુજરાત. જ્યારે જાપાનના કલાકાર કીટોએ આનંદ વ્યક્ત કરતા ગ્લોબલ આર્ટ ફેસ્ટીવલ સાથે સફેદ રણ અને સ્ટેચ્યુની મુલાકાતને અદ્ભૂત ગણાવી હતી.

૨૦ દેશના ૬૬ એવા વિદેશી અને સ્થાનિક કલાકારો તેમની કલા પ્રદર્શન કરી રહ્યા હતાં ત્યારે સ્ટેચ્યુ જોવા આવેલા પ્રવાસીઓએ કુતુહલવશ તેમને જોવા ભારે ભીડ જમાવી હતી અને વિદેશી આટીસ્ટ સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી.ગુજરાતમાં ઈમેજીનેશન ડિઝાઈન્સ યોજીત ગ્લોબલ આર્ટ ફેસ્ટીવલ સૌ પ્રથમવાર યોજાયો છે.તમામ કલાકારાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત, વેલી ઓફ ફલાવર, નર્મદા ડેમ, મેઈન કેનાલ વગેરેની મુલાકાત લઈ આનંદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત આ અગાઉ વિદેશી કલાકારોએ અમદાવાદમાં ગુજરાત ટુરીઝમ યોજીત કાઈટ ફેસ્ટીવલમાં પણ મુલાકાત લઈ આનંદ વ્યક્ત કર્યો હતો.

બોક્ષ : આ ફેસ્ટિવલમાં રાજપીપળાના બે સગા ભાઈઓની મેહનત રંગ લાવી 

આ ફેસ્ટિવલમાં રાજપીપળાના બે સગા ભાઈઓ નિશ્ચલ બારોટ અને પ્રબિન બારોટે ઈમેજીનેશન ડીઝાઈન્સના નેજા હેઠળ ઇવેન્ટ મેનેજમેન્ટની વિવિધ કામગીરી સફળતા પૂર્વક પાર પાડી રહ્યા હોય જે અંતર્ગત ગુજરાત માં સૌ પ્રથમ વાર આ ફેસ્ટિવલનું સફળ આયોજન થયું.

ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY