એ પ્લસ ગ્રેડમાં સામેલ ત્રણેય ખેલાડીઓને ૭ કરોડ રૂપિયા વાર્ષિક મળશે
ન્યુ દિલ્હી,તા.૧૬
બીસીસીઆઈએ ગુરુવારે ખેલાડીઓનું કોન્ટ્રેક્ટ લિસ્ટ જાહેર કર્યું છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આ લિસ્ટમાંથી બહાર કરી દેવાયા છે. ધોનીને ગત વર્ષે એ ગ્રેડ કોન્ટ્રેક્ટ મળ્યો હતો. આ વર્ષે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને જ બોર્ડે એ પ્લસ ગ્રેડમાં રાખ્યા છે. ગત વર્ષે પણ આ ત્રણ ખેલાડીઓ એ પ્લસ ગ્રેડમાં હતા. આ વર્ષે બોર્ડે ૨૭ ખેલાડીઓ સાથે કરાર કર્યો છે.
બીસીસીઆઈના કોન્ટ્રેક્ટ લિસ્ટમાં પહેલી વખત મયંક અગ્રવાલ, નવદીપ સૈની, દીપક ચાહર, શાર્દૂલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યા છે. મયંકને ગ્રેડ બીમાં સ્થાન મળ્યું છે. અન્ય ખેલાડીઓને ગ્રેડ સીમાં સામેલ કરવામાં આવ્યા છે.
રિદ્ધિમાન સાહા અને કેએલ રાહુલને બોર્ડેપ્રમોટ કર્યા છે. રાહુલ ગત વર્ષે ગ્રેડ બીમાં હતા, આ વખતે તેમને એ ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા છે. સાહા ગ્રેડ સીમાં સામેલ હતા, તેમણે આ વખતે ગ્રેડ સીમાં સ્થાન મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


