ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રણ વનડે સીરિઝની આજે બીજી નિર્ણાયક મેચ

0
23

રાજકોટ,તા.૧૬
ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રણ વનડે સીરિઝની બીજી મેચ શુક્રવારે રાજકોટમાં રમશે. પહેલી મેચમાં મુંબઈ ખાતે કાંગારુંએ ટીમ ઇન્ડિયાને ૧૦ વિકેટે માત આપી હતી. વાનખેડેમાં ભારતના ત્રણેય ઓપનર્સ રમ્યા હોવાથી વિરાટ કોહલીને ચોથા નંબરે રમવું પડયું હતું. તેના લીધે ભારતીય ઇનિંગ્સ લય મેળવી શકી નહોતી અને ૨૫૫ રનના સામાન્ય સ્કોરમાં ઓલઆઉટ થઇ હતી. કિંગ કોહલી વનડેમાં ચોથી વાર અને કુલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છઠ્ઠી વાર એડમ ઝામ્પાનો શિકાર થયો હતો.
કોહલી સામે આક્રમક અંદાજથી બોલિંગ કરવી જરૂરી છે. જો અમે ન કરીએ તો તે હાવી થઇ જાય છે અને ખબરનો પડે તે પહેલા મેચ પોતાના નામે કરી નાખે છે. ભારતમાં કોહલી જેવા દિગ્ગજ સામે બોલિંગ કરતી વખતે કેરેક્ટર બતાવવું જરૂરી છે. ચોક્કા-છગ્ગાથી ફર્ક ન પડવો જોઈએ કારણકે જો તેમ થશે તો તમારો મોરાલ ડાઉન થઇ જશે. કોહલીને મેં ઘણી વાર (૬ વખત) આઉટ કર્યો છે. પરંતુ તેમાં કઈ પ્લાન હતો કે એવું નથી. તેણે ૧૦૦ કરતા વધુની સ્ટ્રાઇક રેટે બેટિંગ કરી છે. તેની સામે બોલિંગ કરવી અઘરી છે. પહેલી મેચમાં મારી સામે આઉટ થયા પછી આવતીકાલે તે વધુ સતર્ક રહેશે અને હંમેશાની જેમ તેની સામે બોલિંગ કરવી એક પડકાર રહેશે
વર્લ્ડ કપમાં નિરાશાજનક દેખાવ બાદ અમે ટીમમાં વાત કરી હતી તેમાંથી આગળ વધવું કેટલું જરૂરી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતને ૩-૨થી હરાવ્યા પછી અમારી પાસે સતત બીજી સીરિઝ જીતવાની સારી તક છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY