રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા, છે અને રહેશે : સુરજેવાલા

0
6

ન્યુ દિલ્હી,તા.૧૨
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ કોણ તે અંગેની અટકળો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા, છે અને રહેશે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આજરોજ એ કે એન્ટોની સાથે મુલાકાત કરી આગામી સમયમાં હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં સુરજેવાલાએ રાહુલ ગાંધી જ કોંગ્રેસ અધ્યક્ષ રહેશે તેવી સ્પષ્ટતા કરી હતી.
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બદલ ૨૫મેના કારોબારી બેઠકમાં રાજીનામું આપવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જા કે કારોબારી સભ્યોએ સર્વાનુમતે રાહુલ ગાંધીના રાજીનામાની ઓફર ફગાવી દીધી હતી. કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં ૫૨ બેઠકો જ જીતી શકી હતી.
બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, પી ચિદમ્બર, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ અને આનંદ શર્મા હાજર રહ્યા હતા. સુરજેવાલાએ મીડિયા અહેવાલોને ફગાવતા જણાવ્યું હતું કે, હવે કોઈ કોર જૂથ નથી અને ચૂંટણી સંલગ્ન સમિતિઓ પણ અસ્તિત્વમાં નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY