કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે માગ્યો જવાબ
ન્યુ દિલ્હી,તા.૬
મધ્યપ્રદેશમાં ગૌહત્યા મામલે ત્રણ લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા કાનુન(રા.સુ.કા.) હેઠળ કાર્યવાહી પર કોમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(CAI)ના સાંસદ ડી.રાજાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ પોતાની સરકારના આ પગલાં પર જવાબ આપવો જોઇએ.
ખરેખર તો મધ્યપ્રદેશની કમલનાથ સરકારે ખંડવા જિલ્લામાં ગૌહત્યાને લઇને કેટલાક લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા કાનુન લગાવ્યો છે અને આ પહેલી એવી ઘટના છે જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યમાં ગૌહત્યાના મામલે આવી કાર્યવાહી કરવામાં આવી હોય.
ડી. રાજાએ આ મામલે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ સાથે લડવું અલગ વાત છે, પરંતુ તેઓ આવી બાબતો કેવી રીતે સાચી ઠેરવી શકે છે? મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારના આ પગલાની તુલના ભાજપ સાથે કરવામાં આવી રહી છે. ગાયો અને તેની સુરક્ષાનો ઉલ્લેખ કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



